ટ્રેન્ડિંગમનોરંજન

મિત્રો સાથે બર્થ ડે પાર્ટી કરતા અબરામ ખાનની ક્યૂટનેસ પર લોકો ફિદા, જુઓ વીડિયો

Text To Speech
  • સોહેલ ખાનના દિકરા યોહાન ખાનના બર્થડે સેલિબ્રેશનમાં શાહરૂખ ખાનનો લાડલો અબરામ અને અમૃતા અરોરાનો દિકરો પણ પહોંચ્યા હતા, પરંતુ બધાની નજર શાહરૂખ ખાનના દિકરા અબરામ ખાન પર જ હતી.

17 જૂન, મુંબઈઃ ગઈરાતે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના નાના દિકરા યોહાન ખાનનું બર્થડે સેલિબ્રેશન હતું. જેમાં યોહાનના સ્કૂલ ફ્રેન્ડ્સની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કેટલાક દોસ્તો પણ સામેલ હતા. આ બર્થડે સેલિબ્રેશનમાં શાહરૂખ ખાનનો લાડલો અબરામ અને અમૃતા અરોરાનો દિકરો પણ પહોંચ્યા હતા, પરંતુ બધાની નજર શાહરૂખ ખાનના દિકરા અબરામ ખાન પર પડી.

યોહાનના બર્થડે સેલિબ્રેશનના વીડિયો આવ્યા સામે

સોહેલ ખાને પોતાના દિકરા યોહાન માટે મુંબઈની એક પોશ રેસ્ટોરાંમા એક બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. તેની વચ્ચે સોશિયલ મીડિયા પર યોહાનના બર્થડે સેલિબ્રેશનના કેટલાક વીડિયોઝ સામે આવ્યા છે. જેમાં અબરામ ખાન પાર્ટીમાં બ્લેક એન્ડ વ્હાઈટના કોમ્બિનેશનના આઉટફિટ પહેરીને જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

યોહાન અને અબરામ ખૂબ સારા મિત્રો

અબરામ અને યોહાન ખૂબ સારા મિત્રો છે. શાહરુખ ખાન અને સલમાન ખાન તેમજ તેના ફેમિલિને પણ સારા પ્રોફેશનલ રિલેશન છે. અબરામ યોહાનની લાસ્ટ બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. આ વખતે પણ તે યોહાનના બર્થડે સેલિબ્રેશનમાં સામેલ થયો. એટલું જ નહિ સોહેલ ખાન ખુદ કિંગ ખાનના લાડલાને ગાડી સુધઈ છોડવા આવતો જોવા મળ્યો હતો.

અબરામની ક્યૂટનેસે લોકોનું ધ્યાન ખેંચ્યુ

સામે આવેલા વીડિયોમાં અબરામ અમૃતા અરોરાના દિકરા સાથે બેઠેલો જોવા મળે છે. આ સાથે તે કારમાંથી પાપારાઝીને હાય કહેતો પણ જોવા મળે છે. અબરામની ક્યૂટનેસના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણી વખત શાહરૂખને પણ અબરામને લઈને વાત કરતો જોઈ શકાય છે. એક ઈન્ટરવ્યૂમાં અબરામે કહ્યું હતું કે મને ખ્યાલ નથી કે અબરામ એક્ટિંગમાં આવશે કે નહિં, પરંતુ અબરામ ખૂબ ગુડ લુકિંગ છે, જે આરામથી રોક સ્ટાર બની શકે છે.

આ પણ વાંચોઃ બકરી ઈદ પર વેજિટેરિયન્સ વિરુદ્ધ ભડાસ કાઢી સ્વરાએ, અભિનેત્રી થઈ ટ્રોલ

Back to top button