બીજી સ્લીપર વંદે ભારત માટે રેલવે તૈયાર, પ્રયાગરાજ સ્ટોપેજ સાથે દિલ્હી-વારાણસી રૂટ

Vande Bharat Sleeper : ભારતીય રેલવે બીજી સ્લીપર વંદે ભારત ટ્રેન (Vande Bharat Sleeper Train) શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે અને તેના રૂટમાં પ્રયાગરાજ તથા કાનપુર જેવા મહત્વના સ્ટેશનોનો સમાવેશ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેનનું ટ્રાયલ આ મહિને શરૂ થઈ શકે છે અને દિવાળી પહેલાં તેને શરૂ કરવાની શક્યતા છે.
વારાણસીથી રાત્રે 9:20 વાગ્યે રવાના થશે
પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, ટ્રેન વારાણસી કેન્ટથી રાત્રે 9:20 વાગ્યે રવાના થશે અને લગભગ 10:45 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ત્યારબાદ તે રાત્રે 12:35 વાગ્યે કાનપુર સેન્ટ્રલ પહોંચશે અને સવારે 5 વાગ્યે નવી દિલ્હી પહોંચવાની સંભાવના છે.
વાપસીમાં ટ્રેન નવી દિલ્હીથી રાત્રે 9:20 વાગ્યે રવાના થઈને સવારે 5 વાગ્યે વારાણસી પહોંચે તેવી શક્યતા છે. ટ્રેનની મહત્તમ ઝડપ 130થી 160 કિમી પ્રતિ કલાક વચ્ચે રહેવાની અપેક્ષા છે. આ કારણે દિલ્હી, પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય ઘટી શકે છે.
16 કોચ અને 823 મુસાફરોની ક્ષમતા
નવી સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કુલ 16 કોચ હશે. તેમાં આશરે 823 મુસાફરોની Passenger Capacity હશે. ટ્રેનમાં 11 AC થ્રી-ટિયર, ચાર AC ટુ-ટિયર અને એક ફર્સ્ટ AC કોચ સામેલ રહેશે.
ટ્રેનમાં વંદે ભારતની અન્ય સેવાઓની જેમ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાંબા અંતરની રાત્રિ મુસાફરીને ધ્યાનમાં રાખીને સ્લીપર કોચમાં મુસાફરોની સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
રેલવેએ હજુ સત્તાવાર વિગતો જાહેર કરી નથી
હાવડા-કામાખ્યા રૂટ બાદ આ ભારતીય રેલવેની બીજી સ્લીપર વંદે ભારત સેવા બની શકે છે. જોકે, રેલવે બોર્ડે હજુ સુધી આ ટ્રેનનો સત્તાવાર Train Number, ભાડું અને સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી નથી. તેથી હાલમાં સામે આવેલી સમયસૂચિને સંભવિત સમયપત્રક તરીકે જ જોવામાં આવી રહી છે.
પુતિને પણ જોયું વંદે ભારત સ્લીપરનું મોડલ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત મંડપમ ખાતે આયોજિત ‘ઇન્નોપ્રોમ’ પ્રદર્શનમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં બંને નેતાઓએ Vande Bharat Sleeper Trainsetનું મોડલ પણ નિહાળ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
RVNL અને રશિયાની કંપની ટ્રાન્સમાશહોલ્ડિંગ (TMH)એ મળીને ‘કિનેટ રેલવે સોલ્યુશન્સ લિમિટેડ’ નામનું ભારત-રશિયા સંયુક્ત સાહસ બનાવ્યું છે. આ કંપની મહારાષ્ટ્રની મરાઠવાડા ફેક્ટરીમાં 120 વંદે ભારત સ્લીપર ટ્રેનસેટનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. દરેક ટ્રેનસેટમાં 16 કોચ હશે.
આ પણ વાંચો : દિલ્હીમાં 16 વર્ષની કિશોરીની હત્યા, ગેંગરેપ બાદ ખેતરમાં ફેંકાયો સડી ગયેલો મૃતદેહ












