ટ્રેન્ડિંગનેશનલ

મુસ્લિમોએ સાથ છોડ્યો, યાદવો પણ રીસાયા; આ હારને RJD ભૂલી નહીં શકે

બિહાર, 14 નવેમ્બર : બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને મહાગઠબંધનનો સફાયો થઈ ગયો છે. એનડીએ જ્યાં અત્યાર સુધીના સૌથી મોટા બહુમત તરફ આગળ વધી ચૂક્યું છે, ત્યાં મહાગઠબંધન 30થી ઓછી બેઠકો પર સમેટાઈ રહ્યું છે. આંકડાઓના વિશ્લેષણથી જાણવા મળે છે કે RJDની આવી દુર્ગતિ પાછળ એક કારણ એ પણ છે કે હવે ‘MY’ ફેક્ટર પણ તેની સાથે નથી રહ્યું. આથી કહેવાઇ રહ્યું છે કે આ હારને આરજેડી ક્યારેય ભૂલી નહીં શકે.

બિહાર ચૂંટણીમાં ફરી એકવાર RJDએ સૌથી વધુ ‘મુસ્લિમ-યાદવ’ સમીકરણ પર જ ભરોસો રાખ્યો હતો. પાર્ટીએ 50 બેઠકો પર યાદવ તો 18 પર મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ 4 વાગ્યા સુધી આવેલા પરિણામો/વલણો જોઇને ખબર પડે છે કે ન તો મુસ્લિમ મતદારો આ વખતે પાર્ટી સાથે એકજૂટ રહ્યા અને ન તો યાદવોએ એકમુશ્ત વોટ લાલટેન (RJDનું ચિહ્ન) ના પક્ષમાં આપ્યો.

રાજદને છોડી ઓવૈસી તરફ વળ્યા મુસ્લિમો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક ચોંકાવનારી તસવીર એ સામે આવી છે કે મુસ્લિમોએ રાજદ કરતાં વધુ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પર ભરોસો વ્યક્ત કર્યો છે. ચૂંટણી પહેલા ઓવૈસીને સાથે લેવાનો ઇનકાર કરનાર RJDના માત્ર ત્રણ જ મુસ્લિમ ઉમેદવારો જીતતા દેખાઈ રહ્યા છે, જ્યારે AIMIMએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ‘છક્કો’ લગાવ્યો છે. સીમાંચલમાં ઓવૈસીના છ ઉમેદવારો જીત હાંસલ કરતા દેખાઈ રહ્યા છે.

આ વખતે યાદવો પણ રીસાયા

RJD માટે નિરાશાજનક બાબત એ પણ છે કે યાદવ બહુમતી ધરાવતી બેઠકો પર પણ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેજસ્વી યાદવની આગેવાની હેઠળની પાર્ટીએ 50 બેઠકો પર યાદવ ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ માત્ર ત્રણ યાદવ ઉમેદવારો જ જીત હાંસલ કરી શક્યા છે. માનવામાં આવે છે કે મોદી અને નીતીશના ફેક્ટરે આ વખતે જાતિ બંધનને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી જે એક મોટો લાભાર્થી વર્ગ તૈયાર થયો તેમાં યાદવો પણ સામેલ છે અને તેમણે પણ એનડીએનો જ સાથ આપ્યો.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button