મોબાઈલ યુઝર્સ સાવધાન! જો તમારા ફોનમાં આ એક સેટિંગ ON છે, તો બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી; જાણો બચવાનો રસ્તો
નવી દિલ્હીઃ 24 ડિસેમ્બર, 2025: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન જેટલો જરૂરી છે, તેટલો જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે જો તમે તેની સુરક્ષા સેટિંગ્સ પર ધ્યાન ન આપો. સાયબર ઠગ હવે લોકોના એકાઉન્ટ સાફ કરવા માટે ‘કોલ ફોરવર્ડિંગ ફ્રોડ’ (Call Forwarding Fraud) નો સહારો લઈ રહ્યા છે. આ ફ્રોડની સૌથી ડરામણી વાત એ છે કે આમાં તમારે કોઈ લિંક પર ક્લિક કરવાની કે OTP શેર કરવાની પણ જરૂર નથી પડતી, છતાં તમારા પૈસા ચોરી થઈ શકે છે.
કેવી રીતે થાય છે Call Forwarding ફ્રોડ?
ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે યુઝરની જાણ બહાર તેમના ફોનમાં કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરી દેવામાં આવે છે. ત્યારબાદ બેંક, UPI કે OTP સંબંધિત મહત્ત્વપૂર્ણ કોલ્સ સીધા સ્કેમરના નંબર પર ટ્રાન્સફર થઈ જાય છે. જ્યાં સુધી બેંક એકાઉન્ટ ખાલી થયાનો મેસેજ ન આવે, ત્યાં સુધી યૂઝરને ખબર પણ નથી પડતી કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે.
નોંધનીય છે કે, Airtel, Jio, BSNL અને Vi – કોઈપણ નેટવર્ક આ સ્કેમથી સુરક્ષિત નથી. સાયબર પોલીસ અને ટેલિકોમ નિષ્ણાતો તમામ મોબાઈલ યૂઝર્સને સતર્ક રહેવાની ચેતવણી આપી રહ્યા છે.
તમારા ફોનનું સ્ટેટસ આ રીતે ચેક કરો
તમારા ફોનમાં કોલ ફોરવર્ડિંગ ચાલુ છે કે નહીં તે જાણવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:
- સ્ટેટસ ચેક કરવા માટે:તમારા ફોનના ડાયલ પેડમાં *#21# ટાઈપ કરીને કોલ કરો.
- શું દેખાશે?સ્ક્રીન પર એક પોપ-અપ આવશે જે જણાવશે કે તમારા કોલ, મેસેજ કે ડેટા ફોરવર્ડ થઈ રહ્યા છે કે નહીં. જો કોઈ નંબર દેખાય, તો સમજી લેવું કે તમારો કોલ તે નંબર પર ફોરવર્ડ થઈ રહ્યો છે.
જો Call Forwarding ચાલુ હોય તો કેવી રીતે બંધ કરવું?
જો તમને ખબર પડે કે તમારી જાણ બહાર કોલ ફોરવર્ડિંગ એક્ટિવ છે, તો ગભરાવાની જરૂર નથી. તેને તરત જ બંધ કરવા માટે નીચેનો કોડ ડાયલ કરો:
બંધ કરવા માટેનો કોડ
##002#* આ કોડ ડાયલ કરતા જ તમારા ફોનની તમામ પ્રકારની Call Forwarding સેટિંગ્સ એકસાથે બંધ થઈ જશે. સુરક્ષા માટે આ સૌથી સરળ રસ્તો છે.
સાયબર ઠગાઈથી બચવા માટેની ખાસ ટિપ્સ:
- અજાણ્યા કોડ ડાયલ ન કરો:કોઈ અજાણ્યા વ્યક્તિના કહેવા પર ફોનમાં કોઈ પણ કોડ (જેમ કે 401…) ડાયલ કરવાની ભૂલ ન કરો.
- નિયમિત ચેકિંગ:મહિનામાં એકવાર *#21# ડાયલ કરીને સ્ટેટસ જરૂર ચેક કરો.
- ફેક કોલ્સથી સાવધાન:“KYC અપડેટ” અથવા “SIM બ્લોક થઈ જશે” તેવા ડરામણા કોલ્સથી સાવધ રહો.
- બેંકિંગ સુરક્ષા:જો બેંક કે UPIમાં કોઈ સમસ્યા જણાય, તો સૌથી પહેલા કોલ ફોરવર્ડિંગ ચેક કરો.
- ખાનગી માહિતી:ક્યારેય કોઈની પણ સાથે પોતાનો OTP અથવા સ્ક્રીન શેરિંગ એપની વિગતો શેર ન કરો.












