ફોન પર વારંવાર દેખાય છે પીળી કે લીલી લાઇટ, તો સમજો તમારો ફોન થઈ રહ્યો છે લીક

નવી દિલ્હી: 20 ડિસેમ્બર, 2025: Smartphone Tricks: આજકાલ સ્માર્ટફોન આપણી લાઇફ સ્ટાઇલનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. જરૂરી મેસેજ હોય, પ્રાઈવેટ ચેટ્સ હોય કે બેંકિંગની વિગતો, બધું જ ફોનમાં સચવાયેલું હોય છે. પરંતુ જો કોઈ તમારો ફોન હેક કરી લે, તો તમારા તમામ સિક્રેટ્સ લીક થઈ શકે છે. તમારા ફોનની સુરક્ષા માટે ફોન પોતે જ કેટલાક સંકેતો આપે છે, જેને ઓળખવા ખૂબ જરૂરી છે.
માઇક્રોફોન ઓન હોય ત્યારે
જ્યારે તમારા સ્માર્ટફોનનો માઇક્રોફોન એક્ટિવ હોય છે, ત્યારે ડિસ્પ્લેની ઉપરના ભાગમાં (Top) એક નારંગી અથવા પીળા રંગનું નાનું ટપકું દેખાય છે. સામાન્ય રીતે ફોન કોલ અથવા ઓડિયો રેકોર્ડિંગ દરમિયાન આ સાઇન જોવા મળે છે. જો તમે કોઈને કૉલ નથી કરી રહ્યા કે, રેકોર્ડિંગ પણ નથી કરી રહ્યા, છતાં આ લાઈટ ચાલુ રહે છે, તો તેનો અર્થ એ છે કે કોઈ છાનામાના તમારી વાતો સાંભળી રહ્યું છે.
કેમેરો ઓન હોય ત્યારે
જો કોઈ સાયબર હેકર રિમોટલી તમારા સ્માર્ટફોનનો કેમેરો ઓન કરે છે, તો ડિસ્પ્લેની ઉપર લીલા રંગનું ટપકું દેખાવા લાગે છે. જો તમે કેમેરા એપનો ઉપયોગ નથી કરી રહ્યા અને તેમ છતાં આ લીલું ટપકું દેખાય, તો સમજી લેવું કે કોઈ તમારી પ્રાઈવસીમાં ડોકિયું કરી રહ્યું છે.
હેકર્સ અને જોખમી એપ્સથી સાવધાન
હેકર્સ ઘણીવાર રિમોટ એક્સેસ મેળવીને તમારા ફોનનું માઈક કે કેમેરો ઓન કરી દે છે. આ સિવાય કેટલીક જોખમી એપ્સ પણ આ કામ કરી શકે છે.
- ડેટા ચોરી:એકવાર હેકર તમારા ફોનમાં જગ્યા બનાવી લે, પછી તે તમારી અંગત વાતો સાંભળવા ઉપરાંત બેંક ડિટેલ્સ પણ ચોરી શકે છે. આવું કરવું સંપૂર્ણપણે ગેરકાયદે છે.
- iPhone યુઝર્સ:આઇફોન પર પણ કેમેરા કે માઇક ઓન થવા પર આ જ પ્રકારના કલર ઇન્ડિકેટર્સ (Dots) જોવા મળે છે, જે યુઝરને પ્રાઇવસી એલર્ટ આપે છે.
સુરક્ષિત રહેવા માટે શું કરવું?
જો તમને આવા શંકાસ્પદ સંકેતો દેખાય, તો તરત જ તમારા ફોનનું ‘App Permissions’ ચેક કરો અને જુઓ કે કઈ એપ માઇક કે કેમેરાનો ઉપયોગ કરી રહી છે. બિનજરૂરી એપ્સને તરત જ ડિલીટ કરી દેવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ ‘સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવ્યું અમે…’, સોનિયા ગાંધી કેન્દ્ર સરકાર પર આકરા પાણીએ
આ પણ વાંચોઃ ભારતમાં દર 7માંથી એક પેશન્ટ ડાયાબિટીસથી પીડિત, દર 9 સેકન્ડે 1નું મોત












