ટ્રેન્ડિંગનેશનલ

દેશભરના અનેક એરપોર્ટ પર ચેક-ઇન સિસ્ટમ ખોટકાઇ, બેંગલુરૂમાં 42 ફ્લાઇટ રદ, દિલ્હીમાં પણ જોવા મળી મોટી અસર

નવી દિલ્હી: 3 ડિસેમ્બર, 2025: દેશના અનેક એરપોર્ટ્સ પર બુધવારે (3 ડિસેમ્બર) સવારે ચેક-ઇન સિસ્ટમ અચાનક ઠપ્પ થઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહેવાલો અનુસાર, આ ટેકનિકલ ખામીને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી.

વારાણસી એરપોર્ટ પર મુસાફરોને નોટિસ જાહેર કરીને જણાવવામાં આવ્યું કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની ગ્લોબલ આઉટેજના કારણે એરપોર્ટના IT અને ચેક-ઇન સિસ્ટમ પ્રભાવિત થઈ છે.

 કયા એરપોર્ટ્સ વધુ પ્રભાવિત?

  • વારાણસી: અહીં IndiGo, SpiceJet, Akasa Air અને Air India Express જેવી એરલાઇન્સની સેવાઓ પ્રભાવિત થઈ.
  • હૈદરાબાદ: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌથી વધુ અસર જોવા મળી, જ્યાં સવારે મોટી સંખ્યામાં મુસાફરો એરલાઇન હેલ્પડેસ્ક સામે એકઠા થઈ ગયા હતા. આજે અહીં 7 ડિપાર્ચર અને 12 અરાઇવલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.
  • બેંગલુરુ: અહીં ઘણી ફ્લાઇટ્સ મોડી પડી. કુલ 42 ફ્લાઇટ્સ રદ કરાઈ, જેમાં 22 અરાઇવલ અને 20 ડિપાર્ચરનો સમાવેશ થાય છે.
  • દિલ્હી (DIAL): દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ પણ એડવાઇઝરી જારી કરીને જણાવ્યું કે કેટલીક ડોમેસ્ટિક એરલાઇન્સ ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે.

ઘણા સ્થળોએ એરલાઇન્સને મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પર આધાર રાખવો પડ્યો હતો. જોકે, માઇક્રોસોફ્ટ તરફથી આઉટેજ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

એરલાઇન્સનું અપડેટ

  • Air India: એર ઇન્ડિયાએ જણાવ્યું કે થર્ડ-પાર્ટી સિસ્ટમ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે અને તમામ એરપોર્ટ્સ પર ચેક-ઇન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.
  • IndiGo: IndiGo એ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ટેક્નિકલ મુશ્કેલીઓ, ભીડભાડ અને ઓપરેશનલ જરૂરિયાતોના કારણે વિલંબ અને રદ્દીકરણ વધ્યા છે. અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ અથવા રિફંડની સુવિધા આપવામાં આવી રહી છે.

 

Back to top button