બિઝનેસમેન બોયફ્રેન્ડ સાથે માતાના ઘરે પહોંચી મલાઈકા , ફેન્સમાં અટકળો શરૂ

Malaika’s businessman boyfriend: મલાઈકા અરોરા ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં આવી ગઈ છે. અભિનેત્રીને તાજેતરમાં મુંબઈમાં તેમની માતાના ઘરે જતા જોવા મળી હતી, પરંતુ આ વખતે તે એકલી નહોતી. તેની સાથે બિઝનેસમેન બોયફ્રેન્ડ હર્ષ મહેતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે.
મલાઈકા અરોરા અગાઉ અરબાઝ ખાન સાથેના લગ્ન અને બાદમાં થયેલા છૂટાછેડાને લઈને ચર્ચામાં રહી હતી. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી Arjun Kapoor ને ડેટ કરતી હતી. જોકે થોડા સમય પહેલા બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હવે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકાએ પોતાની જિંદગીમાં નવા પ્રેમને સ્થાન આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હર્ષ મહેતા અને મલાઈકા છેલ્લા કેટલાક સમયથી અનેક ઇવેન્ટ અને ફંક્શનમાં સાથે જોવા મળી રહ્યા છે. બંનેને મંદિરમાં દર્શન કરવા જતા પણ જોવામાં આવ્યા હતા.
View this post on Instagram
તાજેતરમાં 20 મેના રોજ મલાઈકા સલવાર સૂટમાં પોતાની માતાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેઓ કેમેરાથી બચવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, જ્યારે હર્ષ મહેતા તેમની પાછળ ઘરમાં પ્રવેશતા દેખાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ અલગ-અલગ અંદાજો લગાવી રહ્યા છે.
ઘણા યુઝર્સે કમેન્ટ કરીને હર્ષ મહેતાને “હેન્ડસમ બોયફ્રેન્ડ” ગણાવ્યો હતો, જ્યારે કેટલાકે પૂછ્યું કે શું બંનેના સંબંધને પરિવારની મંજૂરી મળી ગઈ છે? બીજી તરફ કેટલાક લોકોએ મલાઈકાને ટ્રોલ પણ કરી હતી. જોકે અભિનેત્રી અગાઉ સ્પષ્ટ કરી ચૂકી છે કે ટ્રોલિંગથી તેમને કોઈ ફરક પડતો નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર મલાઈકા અરોરાની પર્સનલ લાઇફને ચર્ચામાં લાવી દીધી છે.
આ પણ વાંચો : નવા ગેસ કનેક્શન પર સરકારે રોક લગાવી, મોબાઈલ દ્વારા પરિવારના સભ્યો ટ્રાંસફર કરી શકશે












