એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

12 વર્ષ નોકરી કરી, 30ની ઉંમરે લીધી નિવૃત્તિ… શું ‘નેશનલ ક્રશ’ મેજર ઋષભ સિંહ સંબ્યાલને મળશે પેન્શન?

Major Rishabh Singh Sambyal retirement : સોશિયલ મીડિયા પર ‘નેશનલ ક્રશ’ના નામે વાયરલ થયેલા મેજર ઋષભ સિંહ સંબ્યાલે 12 વર્ષની સેવા બાદ સેનામાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની આ નિવૃત્તિએ લોકો વચ્ચે એક સવાલ ઊભો કર્યો છે કે આખરે તેમને કેટલું પેન્શન આપવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૂર્વ એડીસી (ADC) અને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ તરીકે ફેમસ થયેલા મેજર ઋષભ સિંહ સંબ્યાલે માત્ર 30 વર્ષની વયે ભારતીય સેનામાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પોતાની 12 વર્ષની કારકિર્દીમાં તેમણે ઘણી મોટી જવાબદારીઓ સંભાળી છે. લડાખ જેવા પડકારજનક વિસ્તારમાં પોસ્ટિંગ, 4 પેરા સ્પેશિયલ ફોર્સિસનો ભાગ રહેવું અને છેલ્લે રાષ્ટ્રપતિ ભવનમાં ADC જેવી અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવી. પરંતુ સમય પહેલા તેમની નિવૃત્તિથી પહેલા તો ઘણા લોકો આશ્ચર્યચકિત થયા અને હવે સવાલ કરી રહ્યા છે કે 12 વર્ષની સેવા આપ્યા બાદ તેમને કેટલું પેન્શન મળશે?

શું કહે છે નિયમો?

આર્મી પેન્શન રેગ્યુલેશન મુજબ, કોઈ પણ અધિકારીને નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 20 વર્ષની સેવા પૂર્ણ કરવી પડે છે. પરંતુ જો કોઈ અધિકારી સમય પહેલા નિવૃત્તિ લે છે અને તેણે 15 વર્ષની સર્વિસ પૂર્ણ કરી હોય, તો તેને લેટ એન્ટ્રન્સ ગણીને 5 વર્ષની છૂટછાટ સાથે પેન્શન માટે પાત્ર ગણવામાં આવે છે.

ઋષભને નહીં મળે પેન્શન

બીજી તરફ મેજર ઋષભ સિંહ સંબ્યાલે સેનામાં લગભગ 12 વર્ષની સેવા આપી છે, જે પેન્શનના નિયમોને પૂર્ણ કરતી નથી. પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 15 થી 20 વર્ષની સેવા પૂરી કરવી જરૂરી છે, જેનાથી તેઓ ઘણા દૂર છે. આનો સીધો અર્થ એ થાય છે કે તેમને કોઈ પણ પ્રકારનું પેન્શન મળશે નહીં.

પેન્શન નહીં પણ મળશે આ લાભો

ભલે મેજર ઋષભ સિંહ સંબ્યાલને મહિને મળતા પેન્શનની સુવિધા ન મળે, પરંતુ રિટાયરમેન્ટ અથવા સર્વિસ ગ્રેચ્યુઈટી જેવા એકમશ (લમ્પસમ) લાભો ચોક્કસ મળશે, જે માસિક પેન્શનથી સાવ અલગ હોય છે. આ સાથે જ તેમને સેવા દરમિયાન જમા થયેલા પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા ચોક્કસ મળશે. આ ઉપરાંત રજાઓના બદલામાં મળતી રકમ (લીવ એનકેશમેન્ટ) અને અન્ય ટર્મિનલ બેનિફિટ્સ પણ તેમને આપવામાં આવશે.
Back to top button