ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

રાજસ્થાનના ટોંકમાં મોટી દુર્ઘટના, નદીમાં નહાવા પડેલા 8 મિત્રો ડુબી ગયા

રાજસ્થાન, 10 જૂન 2025 : રાજસ્થાનના ટોંક જિલ્લામાં મંગળવારે (10મી જૂન) એક મોટી અનહોની સર્જાઈ છે. બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવાનો જોરદાર પ્રવાહમાં તણાઈને મૃત્યુને ભેટ્યા હતા.

આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી શરૂ કરી  8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જો કે, હજુ ત્રણ યુવાનોની શોધખોળ ચાલુ છે.  વહીવટીતંત્રે નદીની આસપાસ રહેતા લોકોને સાવધાની રાખવા અને કોઈપણ જરૂરી કામ વિના નદીમાં ન જવા અપીલ કરી છે. આ દુ:ખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ચેતવણીનું બોર્ડ ન હતું

મળતી માહિતી અનુસાર યુવકો અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જોકે પછીથી એક બાદ એક ડૂબવા લાગ્યા, પછી સ્થાનિકોએ પોલીસને જાણ કરી. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો આ હિસ્સો ખૂબ જ ઊંડો છે, તેમ છતાં ચેતવણી માટે કોઈ બોર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે ઘણીવાર લોકો નહાવા માટે કૂદી પડતાં હોય છે. તમામ મૃતકો જયપુરના હોવાના પ્રાથમિક અહેવાલ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે,’ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ડૂબી જવાથી યુવાનોના મોતના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે.ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે.’

આ પણ વાંચો : સુપર બિલ્ટઅપ અને લોડિંગના ચક્કરમાં ફ્લેટ ખરીદારોનો કાર્પેટ એરિયા સંકોચાઈ રહ્યો છે

Back to top button