અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

સુપર બિલ્ટઅપ અને લોડિંગના ચક્કરમાં ફ્લેટ ખરીદારોનો કાર્પેટ એરિયા સંકોચાઈ રહ્યો છે

HD News, 10 જૂન, 2025: The carpet area of ​​flat buyers is shrinking દુનિયાભરના માનવ સમુદાયમાં મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યવર્ગ માટે એક લાગણી હંમેશાં રહ્યા કરે છે કે દરેક બાબતમાં આ વર્ગે જ સહન કરવાનું હોય છે. અર્થાત સરકારી યોજનાઓ હોય કે પછી બીજી કોઈપણ બાબત હોય- મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગે જ ભોગ આપવો પડે છે, જતું કરવું પડે છે. આવું જ કંઈક બાંધકામ ઉદ્યોગમાં પણ જોવા મળે છે. તાજેતરમાં આ અંગે એક અહેવાલ પ્રકાશિત થયો છે જેમાં મકાનની ખરીદીમાં પણ આ વર્ગે કેવાં સમાધાન કરવાં પડે છે તેનો ચિતાર મળે છે.

અહેવાલ મુજબ કોરોના મહામારી પછી મોટા ફ્લેટની માંગ વધી છે. આનું મુખ્ય કારણ વર્ક ફ્રોમ હોમ સંસ્કૃતિ રહ્યું છે. લોકોએ પોતાના ઘરને જ ઓફિસ બનાવી દીધી, જેના કારણે તેમને વધુ જગ્યાની જરૂરિયાત અનુભવાઈ. આ જ કારણે મોટા ફ્લેટની માંગ વધી અને ઘણા ઘર ખરીદનારાઓએ બજેટ કરતાં વધુ ખર્ચ કરી દીધો. પહેલાં 50-60 લાખમાં ફ્લેટ ખરીદવાનું વિચારતા હતા એ લોકોએ કરોડ રૂપિયા સુધી ખર્ચ કરી દીધો. પરંતુ હવે આ જ નિર્ણય તેમના માટે નુકસાનનો સોદો બની રહ્યો છે. બિલ્ડરોએ ફ્લેટનું કદ તો ચોક્કસ વધાર્યું, પરંતુ લોડિંગના નામે મોટો ખેલ કરી દીધો. લોડિંગ એટલે કોમન એરિયાને એટલો વધારી દેવામાં આવ્યો કે વાસ્તવિક ઉપયોગનો ભાગ એટલે કે કાર્પેટ એરિયા નાનો થઈ ગયો. પરિણામે ઘર ખરીદનારાઓએ એક તરફ ફ્લેટ માટે વધુ કિંમત ચૂકવવી પડી તો બીજી તરફ તેમને ઓછી જગ્યા મળી રહી છે. આમ તેઓ બેવડું નુકસાન સહન કરી રહ્યા છે.

બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થા એનારોકના અહેવાલ મુજબ દેશના મુખ્ય શહેરોમાં બિલ્ડરો દ્વારા સામાન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરેરાશ લોડિંગ ટકાવારીને 40% સુધી વધારી દેવાથી અપાર્ટમેન્ટમાં સુપર-બિલ્ટ-અપ એરિયા અને કાર્પેટ એરિયા વચ્ચેનું અંતર વધ્યું છે. 2019માં સરેરાશ લોડિંગ ટકાવારી 31 ટકા હતી. જ્યારે આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં તે વધીને 40 ટકા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ફ્લેટ માલિકોને રહેવા લાયક જગ્યા ઓછી મળી રહી છે. ઉદાહરણ તરીકે જો સુપર બિલ્ટ-અપ એરિયા 1,300 ચોરસ ફૂટ અને કાર્પેટ એરિયા 1,000 ચોરસ ફૂટ હોય તો લોડિંગ ટકાવારી 30 ટકા થશે.

આ પણ વાંચોઃ લોસ એન્જેલસમાં ગેરકાયદે વસાહતીઓ બેકાબુઃ ટ્રમ્પ સરકારે હવે લીધું આ પગલું

આ પણ વાંચોઃ જગન્નાથપુરીમાં ભવ્ય સ્નાન પૂર્ણિમા, સોનાના 108 કળશથી ભગવાનને સ્નાન કરાવાશે

રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના મહામારી પછી લક્ઝરી પ્રોપર્ટીની માંગ ઝડપથી વધી છે. મેટ્રો શહેરોમાં બહેતર જીવનશૈલી અને તમામ સુવિધાઓથી સજ્જ પ્રોજેક્ટની માંગ વધી છે. ઘર ખરીદનારા હવે મૂળભૂત જીવનશૈલી સુવિધાઓથી સંતુષ્ટ નથી – તેઓ ફિટનેસ સેન્ટર, ક્લબહાઉસ, પાર્ક જેવા બગીચા અને ભવ્ય લોબીની અપેક્ષા રાખે છે. આના કારણે ડેવલપર્સ લેઆઉટમાં ફેરફાર કરીને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, પ્રોજેક્ટને આકર્ષક દેખાડવો પણ જરૂરી છે. આનું પરિણામ એ આવ્યું કે સુપર એરિયા વધારી દેવાયો અને ફ્લેટના કાર્પેટ એરિયા ઘટી ગયા. ઘર ખરીદનારાઓને મોટા કદના ફ્લેટ માટે વધુ પૈસા ચૂકવવા છતાં નાનું ઘર મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન તરફથી ગોળીબારમાં નુકસાન પામેલા ઘરને ફરીથી બનાવશે મોદી સરકાર

આ પણ વાંચોઃ ક્લાસની છોકરીઓથી ત્રાસી ગયેલા છોકરાઓએ આચાર્યને પત્ર લખ્યો, વાંચીને લોથપોથ થઈ જશો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button