Lunar Eclipse 2026: ફેબ્રુઆરીમાં સૂર્યગ્રહણ, માર્ચમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળ

- નવા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. આ ગ્રહણ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ 2026ની શરૂઆતમાં જ બે ગ્રહણ થવાના છે: એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ. Lunar Eclipse 2026બંને ગ્રહણ ફાગણ મહિનામાં થશે. સૂર્યગ્રહણ ફાગણની અમાસના દિવસે થશે અને ચંદ્રગ્રહણ ફાગણની પૂર્ણિમાના દિવસે થશે. આ હોળીકા દહન પછીનો દિવસ છે. હવે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે કયા ગ્રહણનો સૂતક કાળ રહેશે અને ભારતમાં તેની અસર શું હશે. ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી કયું ગ્રહણ ખાસ માનવામાં આવશે.
નવા વર્ષમાં સૂર્યગ્રહણ
નવા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. આ ગ્રહણ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. રિંગ ઓફ ફાયરનું દૃશ્ય ખૂબ જ ખાસ રહેશે કારણ કે ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યના લગભગ મહત્તમ ભાગને ઢાંકી દેશે. જો કે સૂર્યની બાહ્ય ધાર ચમકતી રિંગ જેવી દેખાશે. ફેબ્રુઆરીમાં આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ રહેશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો સૂતક કાલ અહીં લાગશે નહીં.
માર્ચ મહિનાનું ચંદ્રગ્રહણ કેમ ખાસ છે?
આ વખતે 3 માર્ચે ચંદ્રગ્રહણ થશે. 3 માર્ચે હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટી પર પૂર્ણ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ધુળેટી પર બપોરે 3.20 વાગ્યે ગ્રહણ શરૂ થશે. સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને સમય દરમિયાન મંદિરોના દરવાજા બંધ રહેશે. ગ્રહણ દરમિયાન ન તો શુભ કાર્યો કરી શકાય છે કે ન તો દેવી-દેવતાઓની પૂજા કરી શકાય છે. આ સમય દરમિયાન જાપ અને દાન કરી શકાય છે. હોળીના બીજા દિવસે ગ્રહણના કારણે ધૂળેટી એના પછીના દિવસે ઉજવાશે.
ચંદ્રગ્રહણ 3:27 કલાક સુધી ચાલશે.
આ વર્ષે 3 માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. ભારતમાં તેનો સૂતક કાળ જોવા મળશે. ભારતના પશ્ચિમ ભાગના કેટલાક ભાગો સિવાય મોટાભાગના સ્થળોએ તે દેખાશે. આ ગ્રહણ બપોરે 3.20 થી 5.33 વાગ્યા સુધી થશે, તેથી ગ્રહણ દરમિયાન ચંદ્રોદય દેખાશે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગોમાં, જ્યાં ચંદ્રોદય સાંજે 5.33 વાગ્યા પહેલા દેખાશે, ત્યાં આ ગ્રહણનો સૂતક કાળ માનવામાં આવશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે, તેથી સૂતક કાળ 3 માર્ચની સવારથી શરૂ થશે. ગ્રહણનો સૂતક કાળ સવારે 6.53 વાગ્યે સૂર્યોદય સાથે શરૂ થશે.
નવા વર્ષમાં ચાર ગ્રહણ
2026 માં કુલ ચાર ગ્રહણ જોવા મળશે. આમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થશે. આમાંથી ફક્ત એક ચંદ્રગ્રહણ 3 માર્ચે ભારતમાં દેખાશે.
આ પણ વાંચોઃ મહા ગુપ્ત નવરાત્રી ક્યારથી થશે શરૂ? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્ત્વ












