ટ્રેન્ડિંગમનોરંજન

કાર્તિક આર્યનની કેપ્ટન ઈન્ડિયા કેમ 5 વર્ષ સુધી અટકી? હવે ભરી ઉડાન

Kartik Aryan Film: કાર્તિક આર્યનની ફિલ્મ ‘કેપ્ટન ઇન્ડિયા’ આખરે ફ્લોર પર આવી ગઈ છે. લગભગ પાંચ વર્ષથી બની રહેલી આ ફિલ્મે આ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ જોયા. ડિરેક્ટર બદલાયા, વિવાદોમાં ફસાઈ અને લાંબા સમય સુધી તેનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. હવે લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મનું નિર્દેશન શિમિત અમીન કરી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ડિરેક્ટર શિમિત અમીને ટીમ માટે લખ્યો ખાસ નોટ

શિમિત અમીને 1 સપ્ટેમ્બર 2026 થી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને 4 સપ્ટેમ્બરે પૂરી ટીમ માટે હાથથી લખેલો એક ખાસ નોટ શેર કર્યો હતો. આ નોટમાં તેમણે મુશ્કેલ સમયમાં પણ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહેવા બદલ ટીમનો આભાર માન્યો હતો.

તેમણે લખ્યું કે હવે આ સારી ફિલ્મ બનાવવાની જવાબદારી આખી ટીમની છે અને જે ઊર્જા સાથે બધા કામ કરી રહ્યા છે તે ‘જાદુઈ’ છે. અમીને ટીમ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તેમને લાગે છે કે આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટીમ છે અને તેમને દરેક વ્યક્તિ પર ગર્વ છે. કાર્તિક આર્યને શિમિત અમીનનો આ નોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને સેટ પરથી પોતાની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું, “મેવેરિક સાથે ઉડાન ભરવા માટે તૈયાર.”

આ પણ વાંચોઃ સાત્વિક-ચિરાગની જોડીએ ચીનમાં રચ્યો ઇતિહાસ: ચાઇના માસ્ટર્સ 750 નો ખિતાબ જીત્યો

પાંચ વર્ષ પહેલા થઈ હતી જાહેરાત

‘કેપ્ટન ઇન્ડિયા’ની જાહેરાત પહેલીવાર 2021 માં કરવામાં આવી હતી. ત્યારે ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતા કરવાના હતા અને કાર્તિક આર્યન ભારતીય વાયુસેનાના પાઇલટની ભૂમિકામાં જોવા મળવાનો હતો. વાર્તા ભારતના એક મોટા માનવતાવાદી રેસ્ક્યૂ ઓપરેશનથી પ્રેરિત કહેવાય છે, જેમાં હજારો લોકોને સંકટ વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

વિવાદ અને ડિરેક્ટરનો બદલાવ

જોકે, ફિલ્મની સફર સરળ રહી નહોતી. ‘ઓપરેશન યમન’ સાથે જોડાયેલા પ્રોડ્યુસર સુભાષ કાલેએ આરોપ લગાવ્યો હતો કે ‘કેપ્ટન ઇન્ડિયા’ની વાર્તા તેમના પ્રોજેક્ટ સાથે મળતી આવે છે, જે 2015 માં યમનમાંથી ભારતીયોને નીકાળવા માટે ચલાવાયેલા ઓપરેશન રાહત પર આધારિત હતી.

આ પણ વાંચોઃ ફ્લાઇટમાં સ્માઈલ પાછળની કહાની! એર હોસ્ટેસે ખોલ્યાં નોકરીના અનકહ્યા રહસ્યો

પાછળથી આ વિવાદ ઉકેલાઈ ગયો હતો. સુભાષ કાલેએ જણાવ્યું કે તેમણે હરમન બાન્વેજા સાથે વાત કરી અને બંને પક્ષો વચ્ચે ટાઈમલાઈનને લઈને ગેરસમજ હતી. આ પછી ફિલ્મમાં બીજો મોટો ફેરફાર થયો અને હંસલ મહેતાની જગ્યાએ શિમિત અમીને ડિરેક્ટર તરીકે કમાન સંભાળી.

લાંબા બ્રેક પછી શિમિત અમીનની વાપસી

શિમિત અમીન હિન્દી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટરોમાં ગણાય છે. તેમણે ‘ચક દે! ઇન્ડિયા’ અને ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’ જેવી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હવે તેઓ લાંબા સમય પછી ફીચર ફિલ્મ નિર્દેશનમાં વાપસી કરી રહ્યા છે.

આ ફિલ્મ અંગે પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલાએ જણાવ્યું કે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનવ ભાવનાની જીતની વાર્તા છે. ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે પાર્વતી થિરુવોથુ અને મનીષ ચૌધરી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ બિહારનો અનોખો કિસ્સો: નવી સ્કોર્પિયો કાર ચોરીથી બચાવવા ક્રેન વડે બે માળના મકાનની છત પર પાર્ક કરી!

Back to top button