ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ધ્રુવ જુરેલની સદી માટે 13 બોલનું સસ્પેન્સ, ડ્રેસિંગ રૂમમાં ગિલની ધડકન વધી

India vs sri lanka : ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ SSC કોલંબો ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ઇનિંગ્સમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. પ્રથમ સદી દેવદત્ત પડિક્કલના બેટમાંથી જોવા મળી હતી, જ્યારે બીજી સદી ધ્રુવ જુરેલે લગાવી હતી. ધ્રુવ જુરેલે ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં પોતાની કારકિર્દીની બીજી સદી પૂરી કરી હતી. જોકે, તેમને 99 રનથી 100 રન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

સદી માટે જુરેલે કરવી પડી લાંબી રાહ

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં 99 રન પર પહોંચ્યા પછી બેટ્સમેન માટે સદી પૂરી કરવાનો છેલ્લો 1 રન સૌથી મુશ્કેલ બની જતો હોય છે. ધ્રુવ જુરેલ સાથે પણ કંઈક આવું જ બન્યું. કોલંબો ટેસ્ટમાં જ્યારે તેઓ 99ના સ્કોર પર પહોંચ્યા, ત્યારે તે એક રન બનાવવા માટે તેમણે સતત 13 ડોટ બોલ રમ્યા હતા. આ સમય દરમિયાન તેમની ધીરજની આકરી કસોટી થઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

વર્ષ 2007 પછી ટેસ્ટ ક્રિકેટમાં 99 થી 100 રન સુધી પહોંચવા માટે આ કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી ત્રીજી સૌથી ધીમી ઇનિંગ્સ બની ગઈ છે. આ બાબતમાં તેમણે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા, જેમણે 99 થી 100 સુધી પહોંચવા માટે 12-12 બોલ લીધા હતા. આ યાદીમાં ટોચ પર આર. અશ્વિનનું નામ છે.

ટેસ્ટ મેચોમાં 99 થી 100 રન સુધી પહોંચવા માટે ભારતીયો દ્વારા લેવાયેલા સૌથી વધુ બોલ (2007 પછી):

15 બોલ: આર. અશ્વિન વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (ગ્રોસ આઈલેટ, 2016)

14 બોલ: મુરલી વિજય વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ટ્રેન્ટ બ્રિજ, 2014)

13 બોલ: ધ્રુવ જુરેલ વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો SSC, 2026)

12 બોલ: વીવીએસ લક્ષ્મણ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (દિલ્હી, 2008)

12 બોલ: સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (નાગપુર, 2008)

શુભમન ગિલ હસી-હસીને લોટપોટ થયા

ધ્રુવ જુરેલ જ્યારે 99 રન પર હતા ત્યારે તેઓ સતત ડોટ બોલ રમી રહ્યા હતા. તેમને એક-એક રન માટે સંઘર્ષ કરતા જોઈ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા. ત્યાં ઉપસ્થિત બાકીના તમામ ભારતીય ખેલાડીઓ પણ જુરેલની સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જુરેલના ડોટ બોલ્સે આ રાહને વધુ રોમાંચક અને લાંબી બનાવી દીધી હતી. આ સમગ્ર દ્રશ્યનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :NEET PG 2026: એડમિટ કાર્ડની તારીખ બદલાઈ, હવે 25 ઓગસ્ટે જાહેર થશે હોલ ટિકિટ

ભારત મજબૂત સ્થિતિમાં

કોલંબો ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મુકાબલામાં બીજા દિવસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સ 9 વિકેટના નુકસાને 503 રન બનાવીને ડિકલેર (ઘોષિત) કરી હતી.

જવાબમાં બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં શ્રીલંકાએ પણ બે વિકેટ ગુમાવી દીધી હતી અને તેમનો સ્કોર માત્ર 8 રન હતો. શ્રીલંકા હજુ પણ ભારતથી 495 રન પાછળ છે. આ ટેસ્ટ મેચમાં હાલ ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Ox Alpha શું છે? રહસ્યમય AI મોડેલે ટેક જગતમાં મચાવી હલચલ

Back to top button