ટ્રેન્ડિંગવર્લ્ડ

મિસ યુનિવર્સ 2026માં ભારત-પાકિસ્તાનની ગ્લેમરસ ટક્કર, જાણો કોણ છે બંને સુંદરીઓ!

Miss Universe 2026: વિશ્વની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક મિસ યુનિવર્સ 2026નો મંચ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. આ વર્ષે પ્યુર્ટો રિકોમાં યોજાનારી 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં દુનિયાભરની સુંદરીઓ પોતાની સુંદરતા, બુદ્ધિમત્તા અને સ્ટાઇલનો જલવો બતાવશે. સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે 24 નવેમ્બરે સાન જુઆનના જોસ મિગુએલ અગ્રેલોટ કોલિઝિયમમાં યોજાશે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સુંદરી કાજિયા લિઝ મેજોને ટક્કર આપવા માટે પાડોશી દેશ પાકિસ્તાને પોતાની પ્રતિભાશાળી સુંદરી મિસબાહ અરશદને મેદાનમાં ઉતારી છે. મિસબાહની ગ્લેમરસ તસવીરો અને આંતરરાષ્ટ્રીય રેમ્પ વૉકની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આવો જાણીએ પાકિસ્તાનની આ બ્યુટી ક્વીન વિશે…

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોણ છે મિસ યુનિવર્સ પાકિસ્તાન 2026 મિસબાહ અરશદ?

મિસબાહ અરશદ પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. તે સાઇકોલોજીની વિદ્યાર્થીની છે અને શિક્ષણના માધ્યમથી છોકરીઓને સશક્ત બનાવવામાં વિશ્વાસ રાખે છે. જુલાઈ 2026માં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તે લાહોરની એક શાળાની મુલાકાત લેતી જોવા મળી હતી. મિસબાહ અનેક બ્યુટી પેજન્ટમાં ભાગ લઈ ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે. જેમાં જાપાનમાં યોજાયેલી ‘મિસ ઇન્ટરનેશનલ 2023’ સ્પર્ધાનો પણ સમાવેશ થાય છે. સુંદરતા અને સ્ટાઇલની સાથે પોતાની પ્રતિભા માટે પણ તે જાણીતી છે.

 

View this post on Instagram

 

ભારતીય સુંદરી સાથે છે ખાસ બોન્ડિંગ

ફિલિપાઇન્સમાં યોજાયેલી એક ભવ્ય સ્પર્ધામાં મિસબાહ અરશદને મિસ યુનિવર્સ પાકિસ્તાન 2026 તરીકે પસંદ કરવામાં આવી હતી. મિસબાહે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026 કાજિયા લિઝ મેજોની જીત પર તેમને શુભેચ્છા પાઠવી હતી. બંને સુંદરીઓ વચ્ચેની આ સકારાત્મક મિત્રતા અને સ્પોર્ટ્સમેનશિપ ફેન્સને પસંદ આવી હતી.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનને ધૂળ ચટાવી ભારત ફાઇનલમાં પહોંચ્યું, પાકિસ્તાન સામે મહામુકાબલો

ભારત તરફથી કોણ લેશે ભાગ?

મિસ યુનિવર્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કાજિયા લિઝ મેજો કરશે. કેરળના માવેલિક્કારાની રહેવાસી 19 વર્ષીય કાજિયાએ 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો. તેણે 52 સ્પર્ધકોને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી હતી. કાજિયા માત્ર મોડેલ જ નહીં, પરંતુ લોનો અભ્યાસ પણ કરી રહી છે. તેનું બાળપણ અબુધાબીમાં વીત્યું છે. તેને ક્લાસિકલ ડાન્સનો પણ શોખ છે અને તે લગભગ 12 વર્ષ સુધી તેની તાલીમ લઈ ચૂકી છે.

 

View this post on Instagram

 

આ ઉપરાંત તેને ગાવા અને ડ્રમ્સ તથા વાયોલિન વગાડવામાં પણ રસ છે. મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતતાં પહેલાં કાજિયા મિસ ટીન દિવ 2024નો તાજ પણ જીતી ચૂકી છે. તેણે મિસ ટીન ઇન્ટરનેશનલ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફર્સ્ટ રનર-અપ રહી હતી. હવે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની નજર ભારતને ચોથો મિસ યુનિવર્સ તાજ અપાવવા પર રહેશે.

આ પણ વાંચો:વિવાદોમાં ઘેરાયા બાદ Nvidiaના CEO જેન્સન હુઆંગે આપ્યું રાજીનામું

Back to top button