ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Ox Alpha શું છે? રહસ્યમય AI મોડેલે ટેક જગતમાં મચાવી હલચલ

ઇન્ટરનેટ પર ‘Ox Alpha’ નામના એક AI મોડેલના આગમનથી ચર્ચા અને ચિંતા વધી ગઈ છે. તેને એક અત્યંત રહસ્યમય AI મોડેલ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે તેને બનાવનાર ડેવલપર કે કંપની વિશે હજુ સુધી કોઈ નક્કર વિગતો સામે આવી નથી. આ મોડેલ પાછળ ચીની કંપની Z.ai હોવાની શંકા સેવાઈ રહી છે, જેને અગાઉ Zhipu AI તરીકે ઓળખવામાં આવતી હતી. કેટલાક નિષ્ણાતો તેને માઇક્રોસોફ્ટનું હજુ સુધી સત્તાવાર રીતે લોન્ચ ન થયેલું (અનરિલીઝ્ડ) મોડેલ પણ ગણાવી રહ્યા છે, પરંતુ ચીન સાથેના કનેક્શનની શક્યતા વધુ પ્રબળ દેખાઈ રહી છે, જે બાબતે અમેરિકાની સુરક્ષા ચિંતાઓમાં વધારો કર્યો છે.

આ AI મોડેલ OpenRouter પ્લેટફોર્મ પર વિનામૂલ્યે (ફ્રીમાં) ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આવો, આ સમગ્ર પ્રકરણને વિગતવાર સમજીએ.

OpenRouter શું છે?

ઓપનરાઉટર એક ડિજિટલ પ્લેટફોર્મ અને API એગ્રીગેટર છે. તે વિશ્વભરના તમામ મોટા AI મોડેલોને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. સરળ ભાષામાં કહીએ તો તમે તેને AI મોડેલોનું એપ સ્ટોર કે પ્લે સ્ટોર કહી શકો છો. સામાન્ય રીતે લોકો અલગ-અલગ AI મોડેલ્સ વાપરવા માટે સંબંધિત કંપનીની વેબસાઇટ પર જાય છે, જેમ કે—ચેટજીપીટી (ChatGPT), જેમિની (Gemini) કે ક્લોડ (Claude). OpenRouter આ તમામ AI કંપનીઓને એક જ પ્લેટફોર્મ/ઇન્ટરફેસ સાથે જોડી આપે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

OpenRouter પર આવ્યું Ox Alpha

જે રીતે અન્ય AI મોડેલ્સ ઓપનરાઉટર પર ઉપલબ્ધ છે, તે જ રીતે ‘Ox Alpha’ને પણ અહીં એક્સેસ કરવામાં આવી રહ્યું છે. જોકે ઓપનરાઉટરે અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ માત્ર તેને રૂટ (કનેક્ટ) કરી રહ્યા છે; તેઓ તેના ડેવલપર કે માલિક નથી. સૌથી વધુ શંકા ચીની કંપની Z.ai તરફ જઈ રહી છે.

રહસ્યમય AI મોડેલ કેમ?

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ નવું AI મોડેલ રજૂ થાય છે, ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ કંપનીનું નામ હોય છે, જેમ કે OpenAI, Anthropic, Google અથવા જાણીતી ચીની કંપનીઓ. પરંતુ Ox Alphaના અસલી માલિક અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી અને કોઈપણ કંપની તેને પોતાનું ગણાવી રહી નથી. આ જ કારણ છે કે તેને એક ‘રહસ્યમય AI મોડેલ’ કહેવામાં આવી રહ્યું છે. આ મોડેલ ખાસ કરીને કોડિંગ અને જટિલ એજન્ટિક કાર્યો (Agentic tasks) કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કઈ કંપનીઓ પર શંકાની સોય?

Ox Alpha બનાવનાર કંપનીનું સત્તાવાર નામ ભલે સામે ન આવ્યું હોય, પરંતુ ચીની અને અમેરિકન બંને દેશોની કેટલીક કંપનીઓ પર શંકા છે:

Z.ai (ચીન): ચીની કંપની Z.ai નું નામ સૌથી મોખરે છે, કારણ કે કેટલાક ટેકનિકલ પરીક્ષણોમાં Ox Alphaનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટોકનાઇઝર વર્તણૂક Z.ai ના GLM-5.3 મોડેલને ઘણી મળતી આવે છે. Z.ai અગાઉ પણ પોતાના મોડેલ્સ (જેમ કે GLM-5) ના લોન્ચ પહેલાં ઓપનરાઉટર પર ‘Pony Alpha’ જેવા અનામી નામથી ટેસ્ટિંગ કરી ચૂકી છે.

માઇક્રોસોફ્ટ (અમેરિકા): કેટલાક અહેવાલો અનુસાર, આ માઇક્રોસોફ્ટના AI ડિવિઝનનું કોઈ અનરિલીઝ્ડ (અપ્રગટ) મોડેલ હોવાની પણ શક્યતા છે.

શાઓમી (Xiaomi – MiMo ટીમ): કેટલાક ટેસ્ટર્સનું માનવું છે કે શાઓમીની MiMo ટીમે પણ અગાઉ બ્રાન્ડ નામ વગર મોડેલ્સ ટેસ્ટ કર્યા હતા, તેથી તેઓ પણ આની પાછળ હોઈ શકે છે.

આ પણ વાંચો :અમેરિકન પ્રતિબંધોથી ઈરાની કરન્સી તળિયે: 1 ડોલરની કિંમત 20 લાખ રિયાલને પાર, અર્થતંત્ર કંગાળ

Ox Alpha એ ચિંતા કેમ વધારી?

ડેટા સિક્યોરિટી અને પ્રતિબંધો: જો આ AI મોડેલ પાછળ ચીની કંપની Z.ai જ હોય, તો અમેરિકન ડેટા સુરક્ષા અને વેપાર પ્રતિબંધોના દ્રષ્ટિકોણથી આ અત્યંત સંવેદનશીલ બાબત બને છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે ગયા વર્ષે જાન્યુઆરીમાં Z.ai ને પોતાની એન્ટિટી લિસ્ટ (બ્લેકલિસ્ટ)માં સામેલ કરી દીધી હતી.

પ્રાઇવસીનું મોટું જોખમ: કોઈપણ ચોક્કસ ઓળખ વગરના આ મોડેલ પર વિશ્વભરના ડેવલપર્સ અને ક્લોડ કોડ (Claude Code) જેવા ટૂલ્સ દ્વારા અબજો ટોકન્સ ડેટા મોકલવામાં આવી રહ્યો છે. કોઈને એ ખ્યાલ નથી કે આ ડેટા આખરે કઈ કંપનીના સર્વર પર સ્ટોર થઈ રહ્યો છે.

NBT Tech દ્વારા પણ Ox Alpha નો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે “તમારો માલિક કોણ છે?”, ત્યારે આ AI મોડેલે જણાવ્યું હતું કે તેને આ બાબતે કશી જ જાણ નથી.

આ પણ વાંચો :NEET PG 2026: એડમિટ કાર્ડની તારીખ બદલાઈ, હવે 25 ઓગસ્ટે જાહેર થશે હોલ ટિકિટ

Back to top button