એજ્યુકેશનટ્રેન્ડિંગ

NEET PG 2026: એડમિટ કાર્ડની તારીખ બદલાઈ, હવે 25 ઓગસ્ટે જાહેર થશે હોલ ટિકિટ

NEET-PG 2026: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટગ્રેજ્યુએટ (NEET-PG 2026) ના એડમિટ કાર્ડ જારી કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સત્તાવાર નોટિસ અનુસાર, NEET PG 2026 નું એડમિટ કાર્ડ 24 ઓગસ્ટના બદલે હવે 25 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લિંક સક્રિય થયા બાદ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જઈને પોતાના લોગિન ક્રેડિશિયલ્સની મદદથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષાના શહેર (Exam City) ની માહિતી 12 ઓગસ્ટે જ જાહેર કરી દેવામાં આવી હતી.

તારીખ બદલવાનું કારણ શું છે?

NBEMS એ સત્તાવાર નોટિસમાં જણાવ્યું છે કે અસમ અને મેઘાલય તરફથી મળેલી વિનંતીઓ તેમજ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા વ્યવસ્થામાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ કારણે એડમિટ કાર્ડ 24.08.2026 ના બદલે 25.08.2026 ના રોજ જારી કરવાનો નિર્ણય લેવાયો છે.

બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચીને માત્ર NBEMS ની સત્તાવાર વેબસાઈટ પર આપેલા અપડેટ્સ પર જ ભરોસો રાખવા સલાહ આપી છે.

આ પણ વાંચોઃ અલ્ગોરિધમના ખોટા નિર્ણયથી ઉબેરને મોટો ફટકો: ડ્રાઇવરોના એકાઉન્ટ બ્લોક કરવા બદલ ફટકારેવાયો ₹9,000 કરોડનો દંડ

NEET PG 2026 Admit Card: ડાઉનલોડ કરવાની સરળ રીત

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જાઓ.
  • હોમપેજ પર આપેલા ‘NEET PG 2026’ ટેબ પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર નવા પેજમાં આપેલી Admit Card લિંક પર ક્લિક કરો.
  • તમારી માગવામાં આવેલી લોગિન વિગતો (Login Details) દાખલ કરીને સબમિટ કરો.
  • તમારું NEET PG 2026 એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • તેને ડાઉનલોડ કરી ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ કાઢી લો.

30 ઓગસ્ટે નવી પેટર્ન મુજબ યોજાશે પરીક્ષા

NEET PG 2026 ની પરીક્ષા 30 ઓગસ્ટના રોજ એક જ શિફ્ટમાં યોજાશે. આ વખતે પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે:

  • પ્રશ્નોની સંખ્યા: નવા પેટર્ન મુજબ ઉમેદવારોએ 210 મિનિટમાં 180 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે (અગાઉ 200 પ્રશ્નો પૂછવામાં આવતા હતા).
  • સમયનો લાભ: પ્રશ્નોની સંખ્યા ઘટવાથી વિદ્યાર્થીઓને દરેક પ્રશ્ન ઉકેલવા માટે પહેલાં કરતાં થોડો વધુ સમય મળશે, જ્યારે પરીક્ષાનો કુલ સમયગાળો (210 મિનિટ) યથાવત રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીં

Back to top button