ભવિષ્યવાણીમાં પહેલેથી જ જણાવી દેવાયું હતું કે આ બધી ઘટના બનવી નિશ્ચિત છે, તમે રોકી શકો તો રોકી લો

રાજા જનમેજયે વેદ વ્યાસજીને પૂછ્યું કે ભવિષ્યમાં જે ઘટનાઓ થવી નક્કી છે, જેને ‘હોની’ (નિયતિ) કહેવાય છે, શું તેને ટાળી શકાય છે? તેના પર વેદ વ્યાસજીએ કહ્યું, ‘હોની થઈને જ રહે છે, હોનીને બદલવામાં મનુષ્ય અસમર્થ છે. હે રાજન, જો તમને શંકા હોય તો તમે તમારા બુદ્ધિબળની પરીક્ષા કરી લો, હોની સામે તમે કંઈ પણ ન કરી શકશો અને હોની થઈને જ રહેશે.’
‘આજથી બરાબર પાંચ વર્ષ પછી તમે ઉનાળામાં શિકાર રમવા જંગલમાં જશો. અમે તમને ભવિષ્યવાણી રૂપે સાવચેત કરી રહ્યા છીએ કે તે દિવસે તમે શિકાર રમવા ન જતા, પરંતુ કારણ કે હોનીને ટાળી શકાતી નથી, તમે અવશ્ય તે દિવસે શિકાર રમવા જશો. જો તમે શિકાર રમવા ચાલ્યા પણ ગયા તો કાળા રંગના ઘોડા પર બેસીને ન જતા, પરંતુ હોનીના કારણે તમે અવશ્ય જ કાળા ઘોડા પર બેસીને શિકાર રમવા જશો.’
‘આટલું છતાં, તમારી રક્ષા માટે તમે દક્ષિણ દિશા તરફ ન જતા કિન્તુ હોની તમને દક્ષિણ દિશા તરફ જ લઈ જશે. ભવિષ્યવાણી કરનારે ફરી કહ્યું, ચાલો જો દક્ષિણ દિશામાં પણ ચાલ્યા જાઓ તો સમુદ્ર કિનારે ન જતા કિન્તુ હોની પ્રબળ (બળવાન) હોય છે, તમે અવશ્ય જશો. આટલું છતાં જો સમુદ્ર કિનારે ચાલ્યા જાઓ તો ત્યાં તમને જે સુંદરી મળે, તેના પર મુગ્ધ થઈને તેને તમારી સાથે ન લાવતા, પરંતુ તમે તેના પર મુગ્ધ થઈને તેને તમારી સાથે અવશ્ય લાવશો.’
‘આ બધું હોની જ કરાવે છે. જો તમે તે સ્ત્રીને લઈ પણ આવો, તો તેની સાથે વિવાહ ન કરતા, તેને પટરાણી ન બનાવતા અને જો પટરાણી બનાવી પણ લો, તો તેના કહેવા પર યજ્ઞ ન કરતા. જો તમે યજ્ઞ પણ કરો, તો યુવા પંડિતોને ન બોલાવતા અને જો બોલાવી પણ લો તો રાણીના કહેવા પર તેમને પ્રાણદંડ ન દેતા. પરંતુ હું ગમે તેટલો સચેત કરું, આ બધું તમે અવશ્ય કરશો, કારણ કે હોનીએ આ બધું તમારી પાસે જ કરાવવાનું છે.’
‘અમે તમને પહેલેથી જ બધું જણાવી દીધું છે, જો આ હોનીને ટાળી શકો તો પ્રયત્ન કરીને જોઈ લેજો.’ રાજાએ કહ્યું, ‘મહારાજ! ઠીક છે, મેં આ બધી વાતો સાંભળી લીધી, હું આ વાતોને થવા નહીં દઉં.’
પાંચ વર્ષ પછી હોની સામે રાજાની બુદ્ધિ, વિવેક, બધું જ ધરેલું રહી ગયું. જોકે તેણે હંમેશા શિકાર ન રમવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હોની અને ભવિષ્યવાણી અનુસાર બરાબર પાંચ વર્ષ પછી તેના મનમાં શિકારનો વિચાર અચાનક આવી જ ગયો અને એક દિવસ આ ઈચ્છા એટલી પ્રબળ થઈ ગઈ કે તેણે વિચાર્યું, ‘આજે ભલે ગમે તે થાય, શિકાર કરવા અવશ્ય જઈશ.’
આ પ્રકારે હોની થતી ચાલી ગઈ, રાજા જનમેજયને પહેલેથી જ વ્યાસજીએ ભવિષ્યવાણી રૂપે બધું જણાવ્યું હતું, તેમ છતાં તેઓ હોનીના હાથની કઠપૂતળી બની ગયા અને જે થવાનું લખ્યું હતું, તે જ થયું. તેમણે પોતાની પટરાણીના કહેવા પર યુવા પંડિતોને પ્રાણદંડ દીધો જેના કારણે તેમને કોઢ (રક્તપિત્ત) થઈ ગયો અને એ જ તેમના મૃત્યુનું કારણ બન્યું.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












