પાકિસ્તાનની કાબુલ હોસ્પિટલ પર એર સ્ટ્રાઈક, 400 નાગરિકોનો નરસંહાર, ભારતે કહ્યું – ‘આ સહન નહીં થાય…’

Kabul Air Strike: કાબુલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કથિત હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત બાદ ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે કડક નિવેદન જારી કરીને તેને અમાનવીય અને નિંદનીય ગણાવી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી ગુનેગારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
મિડલ ઈસ્ટની સાથે સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગઈકાલે, પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ પર મોટો હુમલો કર્યો. પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલને નિશાન બનાવી, જેમાં આશરે 400 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો. અફઘાનિસ્તાને આ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. ભારતે હવે પાકિસ્તાનની કાર્યવાહીની ખુલ્લેઆમ નિંદા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાનની કાર્યવાહીને કાયરતાપૂર્ણ ગણાવી છે.
16 માર્ચની રાત્રે કાબુલમાં એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બર્બર હવાઈ હુમલાની ભારતે સખત નિંદા કરી છે. તેને કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય ગણાવતા વિદેશ મંત્રાલયે કહ્યું, “આ બિલકુલ લશ્કરી લક્ષ્ય નહોતું, પરંતુ નાગરિકોનો નરસંહાર હતો, જેને પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કહી રહ્યું છે. આ હુમલો અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ માટે ખતરો છે. રમઝાનના પવિત્ર મહિનામાં હોસ્પિટલ પર હુમલો કરવો એ શ્રદ્ધા, કાયદા અથવા નૈતિકતાની વિરુદ્ધ છે.”
Delivered India’s statement at the International Day to Combat Islamophobia @UNGA today.
Made the following 5️⃣ points:
1️⃣ India condemns violence and hatred in the name of religion, regardless of the religion. India is the birthplace of Hinduism, Buddhism, Jainism and… pic.twitter.com/vjussrSsyI
— Parvathaneni Harish (@AmbHarishP) March 16, 2026
ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુનેગારોને સજા કરવા અને નાગરિકો પર હુમલા બંધ કરવા વિનંતી કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને અખંડિતતાને પણ મજબૂત સમર્થન આપે છે.”












