
નવી દિલ્હી, 19 જૂન, 2025: I am fit to play women’s cricket: Anaya ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICC સમક્ષ એક નવા જ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરના સંતાન અનાયા બાંગરે ટ્રાન્સજેન્ડર ક્રિકેટરોને તક આપવા આઈસીસી અને બીસીસીઆઈને અપીલ કરી છે.
Anaya Bangar અનાયા બાંગરે ઈન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શૅર કરીને કહ્યું છે કે, વૈજ્ઞાનિક રીતે તે મહિલા ક્રિકેટ રમવાને યોગ્ય છે. અનાયા બાંગરનું અગાઉનું નામ આર્યન બાંગર હતું. તેણે એક વર્ષ સુધી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી કરાવી અને છોકરામાંથી છોકરી બની ગઈ છે. અને હવે તેને મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું છે.
View this post on Instagram
વર્તમાન સ્થિતિ અનુસાર ટ્રાન્સજેન્ડર ક્રિકેટરોને મહિલા ક્રિકેટમાં સામેલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. અનાયાએ તેના વૈજ્ઞાનિક પરીક્ષણનો રિપોર્ટ શૅર કરીને જણાવ્યું છે કે ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ક્રિકેટમાં રમવાની પરવાનગી મળવી જોઈએ.
અનાયા બાંગર છોકરામાંથી ટ્રાન્સજેન્ડર એથલિટ બનવાની સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ બીસીસીઆઈ તથા આઈસીસી સમક્ષ રજૂ કરવા માગે છે. વીડિયોમાં તેનો દાવો છે કે, વિજ્ઞાન કહે છે કે, “મહિલા ક્રિકેટ રમવા માટે હું લાયક છું. હવે પ્રશ્ન એ છે કે આ સત્ય સાંભળવા માટે દુનિયા તૈયાર છે?”
આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા માટે કેવો હશે પડકાર? કોનો હાથ રહેશે ઉપર?












