ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા માટે કેવો હશે પડકાર? કોનો હાથ રહેશે ઉપર?

લીડ્સ, 19 જૂન, 2025: India vs England Test: લીડ્સમાં હેડિંગ્લે ખાતે આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા એક નવો અધ્યાય શરૂ કરી રહી છે, મોટાભાગે યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં જીતીને ઈતિહાસ રચવા માંગે છે. પરંતુ આ સરળ નહીં હોય એવું જાણકારો માને છે. તેમના મતે આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની કેટલીક નબળાઈઓ પણ છે.

ક્રિકેટ નિષ્ણાતો માને છે કે, challenge for Team India in England એમએસ ધોની, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં કુલ 4 વખત ટેસ્ટ સીરીઝ રમી પરંતુ એકમાં પણ જીત મેળવી શકી નહીં. 3 ઈંગ્લેન્ડે જીતી અને 1 ડ્રો રહી. એ સંજોગોમાં ઈંગ્લેન્ડમાં જીતવું કેટલું મુશ્કેલ છે. વળી આ વખતે ટીમમાં મોટાભાગના ખેલાડીઓ યુવાન છે. જોકે તેમાં જોશની કોઈ કમી નથી, પરંતુ તેમ છતાં 5 એવી મોટી નબળાઈઓ છે જે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની રહી છે.

ભારતીય ટીમ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે અનુભવી બોલર જસપ્રીત બુમરાહ આ પ્રવાસમાં છે, જે કોઈપણ બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, તેમના પર સંપૂર્ણપણે નિર્ભર રહી શકાય નહીં, કારણ કે ચીફ સિલેક્ટર અજીત અગરકરે ટીમની જાહેરાત વખતે જ કહ્યું હતું કે બુમરાહ કદાચ તમામ મેચ નહીં રમે. ખુદ બુમરાહે પણ એ વાતને સમર્થન આપ્યું છે કે તે માત્ર 3 ટેસ્ટ જ રમશે અને તેથી જ તેમણે કેપ્ટનશીપ સંભાળવાનો ઈનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં ગિલને આશા હશે કે અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ પર પણ જવાબદારી રહેશે.

ઈંગ્લેન્ડમાં કોઇપણ ટીમે ધીરજપૂર્વક રમવું પડે છે અને ભારતીય બેટ્સમેનોમાં એવી આવડત નથી એ બાબતે નિષ્ણાતો ધ્યાન દોરે છે. ખાસ કરીને જ્યારે સ્વિંગ થઈ રહ્યો હોય ત્યારે આવું કરવું વધુ મુશ્કેલ બને છે. ઈંગ્લેન્ડની પિચો ઝડપી બોલરોને મદદ કરે છે, બોલ વધુ સ્વિંગ થાય છે, અસમાન બાઉન્સ રહે છે અને ભારતીય બેટ્સમેન સ્વિંગની સામે એટલે મજબૂત નથી. એટલું જ નહીં, કેપ્ટન શુભમન ગિલ પણ સ્વિંગને ખૂબ સારી રીતે રમી શકતા નથી. કરુણ નાયર મહત્ત્વપૂર્ણ બની શકે છે, તેમને ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ પણ છે, પરંતુ મોટી વાત એ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે 7 વર્ષ બાદ વાપસી કરી રહ્યા છે, તો શું આનું દબાણ પણ તેમના પર હશે? કેએલ રાહુલ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે, તેમણે પ્રેક્ટિસ મેચમાં પણ શાનદાર બેટિંગ કરી હતી અને ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી.

શુભમન ગિલનો વિદેશી ધરતી પરનો રેકોર્ડ ખાસ સારો નથી. ટેસ્ટની વાત કરીએ તો તેમની એવરેજ 35ની છે. સ્વિંગ થતા બોલ પર તેમને મુશ્કેલી પડે છે અને ઈંગ્લેન્ડમાં તો આ દરેક મેચમાં થશે. શુભમન ગિલે કંઈક એવું કરવું પડશે જે વિરાટ કોહલીએ 2018માં કર્યું હતું. કોહલી 2014માં ઈંગ્લેન્ડમાં 10 ઈનિંગ્સમાં માત્ર 134 રન જ બનાવી શક્યા હતા, પરંતુ ત્યારબાદ જ્યારે તેઓ 2018માં પાછા ફર્યા તો એકદમ અલગ રૂપમાં દેખાયા. તેમણે સીરીઝમાં 593 રન બનાવ્યા, જે સીરીઝમાં કોઈ એક બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ પણ હંમેશાથી એક મોટી સમસ્યા રહી છે. વિરાટની હાજરીથી ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં અલગ ઉત્સાહ હતો, હવે તેઓ નહીં હોય તો આ કેવું રહેશે! એ જોવાનું રસપ્રદ રહેશે. ઈંગ્લેન્ડમાં ડ્યૂક્સ બોલ ખૂબ સ્વિંગ થાય છે, અહીં ઘણીવાર પવન પણ ઝડપી હોય છે, તેથી કેચ પકડવો સરળ નથી. આવી સ્થિતિમાં સ્લિપ કેચ અને ફિલ્ડિંગનો અભ્યાસ મહત્ત્વપૂર્ણ રહેશે.

આ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્માના જવાથી ખૂબ મોટી અસર પડી છે, બેટિંગ ક્રમ બદલવો પડશે. ઘણા યુવા ખેલાડીઓને તક મળશે, પરંતુ શું તેઓ ઈંગ્લેન્ડમાં રમવાનું દબાણ અનુભવી શકશે? સારા સારા બેટ્સમેન પણ ઈંગ્લેન્ડમાં સરળતાથી રમી શકતા નથી, તેમના માટે પણ મુશ્કેલ હોય છે. ભારતીય બેટિંગ લાઈન-અપમાં અનુભવની કમી જોવા મળી રહી છે. તેથી કેએલ રાહુલ, ઋષભ પંતે સારું પ્રદર્શન કરવું પડશે.

ભારત વિ. ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચોનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. જિયોહોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. ભારતીય સમય અનુસાર મેચો બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચોઃ પીએમ મોદીની મુલાકાત પછી કેનેડાએ ખાલિસ્તાનીઓ વિશે શું સ્વીકાર્યું? જાણો મુલાકાતની અસર

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button