ગરીબોને રાહત! રાજ્યના આ શહેરોમાં સસ્તા અનાજના દુકાનદારોએ લાભાર્થીઓ માટે કરી મોટી જાહેરાત!

ગાંધીનગર, તા. 3 નવેમ્બર, 2025: વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે તા:૦૧/૧૧/૨૦૨૫ ના રોજ વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ – ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવી હતી.
નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પુર્ણ કરેલ છે. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા NFSA લાભાર્થી ઓની યોજનાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોને હિતાર્થે ઘણા પગલા લેવામાં આવ્યા હતા.
જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને રાજયના સુરત, આણંદ, વડોદરા, રાજકોટ વગેરે જેવા જિલ્લાઓમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લાભાર્થીના હિતાર્થે વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. વધુમાં રાજકોટના જામકંડોરણા જેવા ઘણા વાજબી ભાવના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને વિતરણની કામગીરી પણ સુપેરે શરૂ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મહિલા વર્લ્ડ કપઃ 2000થી સાતમાંથી છઠ્ઠી વખત બની આ ઘટના, ભારત પણ લિસ્ટમાં












