પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ: બાલોત્રામાં મોટી ઘટના, PM મોદી કરવાના હતા લોકાર્પણ

Pachpadra Refinery Fire: છેલ્લા બે-ત્રણ દિવસથી દેશભરમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે, ત્યારે હવે રાજસ્થાનમાંથી એક મોટા અહેવાલ મળી રહ્યા છે, જ્યાં રિફાઈનરીમાં ભીષણ આગની ઘટના બની છે.
Pachpadra, Rajasthan – A fire broke out at the under-construction HPCL Rajasthan Refinery (HRRL) in Pachpadra, raising concerns just a day before Prime Minister Narendra Modi’s planned inauguration of the ambitious ₹80,000-crore project. pic.twitter.com/kiiXNXK8WX
— NextMinute News (@nextminutenews7) April 20, 2026
પચપદરા રિફાઇનરીમાં આગ
મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં આવેલા પચપદરા રિફાઇનરીમાં આજે (20 એપ્રિલ 2026) ભીષણ આગ લાગી હતી, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (21 એપ્રિલ 2026) રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા. આગના સમાચાર મળતાં જ વહીવટીતંત્ર, સુરક્ષા એજન્સીઓ અને રિફાઇનરી મેનેજમેન્ટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
બાલોત્રા રિફાઇનરીના પ્રોસેસિંગ યુનિટમાં લાગી આગ
પ્રાથમિક માહિતી અનુસાર, પચપદરા રિફાઇનરીના પ્રોસેસિંગ યુનિટમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટેકનિકલ ટીમો અને સુરક્ષા એજન્સીઓ કારણની તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ ખૂબ જ ભયાનક હતી, અને તેનો ગાઢ ધુમાડો લગભગ એક કિલોમીટર દૂરથી સ્પષ્ટ દેખાતો હતો. આગની તીવ્રતાને કારણે આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. ધુમાડાના મોટા ગોટે-ગોટા દૂર સુધી દેખાયા હતા.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના 20 થી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, અને આગ અન્ય એકમોમાં ન ફેલાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પચપદરા રિફાઇનરી આગ બાલોત્રા રિફાઇનરી આગ રાજસ્થાન આગ સમાચાર refinery fire Rajasthan
આ પણ વાંચો : ભૂકંપથી જાપાનમાં ધ્રુજી ઉઠી ધરતી, સુનામીનું એલર્ટ












