વાળ તૂટવાની સમસ્યાથી પરેશાન છો? આ 3 મેજિકલ ટિપ્સ અપનાવો અને જુઓ જાદુ!

Hair Care Tips: આજના સમયમાં વાળ ખરવાની અને તૂટવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જેનાથી દરેક ઉંમરના લોકો પરેશાન છે. જ્યારે વાળ ઝડપથી ખરવા લાગે છે, ત્યારે લોકો તરત જ બજારમાં મળતા મોંઘા શેમ્પૂ, કન્ડિશનર અને સીરમ તરફ દોડે છે. લોકોને લાગે છે કે કોઈ મોંઘી પ્રોડક્ટ તેમના વાળ ખરતા રાતોરાત રોકી દેશે. પરંતુ પ્રખ્યાત હેર સ્ટાઇલિશ *જાવેદ હબીબ*નું માનવું અલગ છે. તેમના મતે, માત્ર મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકાવી શકાતા નથી.
જાવેદ હબીબના જણાવ્યા અનુસાર, વાળને મજબૂતી આપવા માટે તમારે તમારી જીવનશૈલી અને વાળની સંભાળ રાખવાની પદ્ધતિઓમાં કેટલાક મૂળભૂત ફેરફારો કરવા પડશે. તેમણે સોશિયલ મીડિયા પર વાળ ખરતા અટકાવવાની 4 જાદુઈ રીતો શેર કરી છે.
1. વાળની નિયમિત સફાઈ અને ઓઇલિંગ
જાવેદ હબીબે વાળની સુરક્ષા માટે સૌથી પહેલો અને મહત્વનો ઉપાય વાળની સફાઈ ગણાવ્યો છે. ખોપરી ઉપરની ચામડી (Scalp) ને હંમેશા સાફ રાખવી જોઈએ. ધૂળ અને ગંદકીના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે.
તેલ લગાવવાની સાચી રીત: વાળમાં નિયમિતપણે તેલ લગાવવાની આદત પાડવી જોઈએ અને ત્યારબાદ જ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. આ રીત વાળના કુદરતી ભેજ (Natural Moisture) ને જાળવી રાખવામાં મદદ કરે છે.
2. સમયસર હેરકટ અને કેમિકલ્સથી બચાવ
ત્રીજો મહત્વનો નિયમ એ છે કે વાળને સમય-સમય પર ટ્રિમ કરવા અથવા કાપવા ખૂબ જ જરૂરી છે. હબીબના મતે, સમયસર વાળ કાપવાથી વાળનો હેલ્ધી ગ્રોથ જળવાઈ રહે છે અને બેંમોઢાવાળા વાળ (Split Ends) ની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત, વાળને અતિશય ગરમી (Heat) અને હાનિકારક કેમિકલ્સથી બચાવીને રાખવા જોઈએ.
3. સારી ડાયટ અને પૂરતી ઊંઘ (લાઇફસ્ટાઇલનું મહત્વ)
જાવેદ હબીબે એક સૌથી મહત્વપૂર્ણ બાબત પર ભાર મૂક્યો છે, જે છે સારી ડાયટ (ખોરાક) અને પૂરતી ઊંઘ. તેઓ માને છે કે તમે શું ખાઓ છો અને તમે કેટલી સારી ઊંઘ લો છો, તેની સીધી અસર તમારા વાળની ક્વોલિટી અને મજબૂતી પર પડે છે. જો તમારો ખોરાક પૌષ્ટિક હશે અને શરીર તણાવમુક્ત (Stress-free) રહેશે, તો તમારા વાળ કુદરતી રીતે જ મજબૂત અને ચમકદાર બનશે. આ બેઝિક ટિપ્સને તમારી ડેઇલી રૂટિનમાં સામેલ કરવી ખૂબ જ સરળ છે અને આ માટે કોઈ મોંઘા ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી.
આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વેએ 25 વર્ષ બાદ સૌથી મોટી ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને હરાવીને રચ્યો ઇતિહાસ
આ પણ વાંચોઃ માત્ર ફોન ચાર્જ કરવાથી થઈ શકે છે હેક? જાણો ‘જ્યૂસ જેકિંગ’ સ્કેમથી બચવાના ઉપાયો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












