ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

સાઉથ આફ્રિકા સામે મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડને લઈ અમદાવાદમાં ફરવા નીકળ્યો

અમદાવાદ, 20 ડિસેમ્બર 2025: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 મેચ રમાઈ ગઈ. આ મેચમાં ભારતે 30 રને જીત મેળવ્યા બાદ પાંચ મેચની ટી20 સિરીઝમાં ભારતે 3-1થી કબ્જો કરી લીધો છે. ટીમ ઈંડિયાની આ સતત 8મી સિરીઝ જીતી છે. આ જીત બાદ ભારતીય ટીમ આઈટીસી નર્મદા હોટલમાં પરત ફરી, જ્યાં જીતનો જશ્ન મનાવ્યો હતો. અહીં તમામ ક્રિકેટર્સે કેક કાપી જીતની ઉજવણી કરી હતી.

આ મેચ દરમિયાન ખાસ હાર્દિક પંડ્યાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાર્દિક રાત્રિના સમયે જાતે કાર ચલાવીને પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વળી આ  મેચ દરમિયાન હાર્દિકે સિક્સર મારતા બોલ કેમેરા ઓપરેટરને વાગ્યો હતો. જેમાં ઇનિંગ્સ પછી હાર્દિક કેમેરા ઓપરેટર પાસે પહોંચ્યો હતો અને વ્યક્તિગત રીતે તેની તબિયત પૂછી અને માફી માંગી હતી. આ ઘટનાએ બધાના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો: વરરાજો બનવાના 6 દિવસ પહેલા યુવકનું મોત, પરિવારમાં માતમ છવાયો, જાણો કઈ રીતે થઈ દુર્ઘટના

Back to top button