ગુજરાત પર મોટી આફત: એક સાથે અનેક સિસ્ટમ સક્રિય, આંધી-તોફાન સાથે વરસાદની આગાહી
Gujarat weather forecast: ગુજરાતમાં ઉનાળાની ભયંકર ગરમીની વચ્ચે અચાનક જ વરસાદી આફત આવી છે. અનેક જિલ્લામાં તો ચોમાસું બેસી ગયું હોય તેવું લાગ્યું. ગુજરાતમાં કાળઝાળ ઉનાળામાં અચાનક આવેલા કમોસમી વરસાદે જાણે ચોમાસાની યાદ અપાવી દીધી, પણ આ વરસાદ નથી, આફત છે.
દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આકાશમાંથી અવિરત મુશળધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી દીધી છે. આકાશમાંથી અવિરત વરસાદે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી. રોડ-રસ્તા પર નદીઓ વહી, ખેતરોમાં જળબંબાકાર થયો છે.
આજે ફરી એક વાર ગુજરાતમાં વાતાવરણ બદલાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગમન થયું છે. તો વળી વાવના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દ્વારકા, પોરબંદર, કચ્છમાં વરસાદ આવ્યો. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવન સાથે માવઠું આવ્યું. તો ખંભાળિયા પંથકમાં પણ વરસાદ આવ્યો. પોરબંદરની સાથે ભૂજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ઉનાળામાં ચોમાસું બરાબર જામ્યું છે, પરંતુ આફત હજુ ટળી નથી. હવામાન વિભાગે આગામી બે દિવસ આંધી-તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસે કહ્યું હતું કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટમાં તીવ્ર વરસાદની શક્યતા છે. તો જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દમન અને દાદરા-નગર હવેલીમાં પણ વરસાદ રહેશે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી છે. 3 થી 6 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ દમન અને દાદરા-નગર હવેલી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
આ પણ વાંચો: ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, 20 મિનિટમાં જળબંબાકાર












