ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, 20 મિનિટમાં જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
આજે 3 એપ્રિલે વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યે ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું. વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં માત્ર 15 થી 20 મિનિટમાં જ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 3, 2026
વરસાદ એટલો પ્રચંડ હતો કે, શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા. ધૂળની ડમરીઓ અને પવનના સૂસવાટા સાથે શરૂ થયેલા વરસાદે ઉનાળાની બપોર પહેલાં વહેલી સવારને ઠંડીગાર બનાવી દીધી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
કરા સાથે વરસાદ, સૌરાષ્ટ્રમાં સર્વત્ર અસર
માત્ર ગીર સોમનાથ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ની અસર જોવા મળી રહી છે:
કચ્છ
કચ્છના મુદ્રા વિસ્તારમાં કમોસમી માવઠું…
રાત્રીના અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો વરસાદ…
સવારના સમયે મુદ્રામા વરસાદ વરસ્યો…
હમવામાં વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં સતત કમોસમી માવઠું…
વરસાદથી ખડુતો સતત ચિંતિત… pic.twitter.com/4Ob645y7nH
— saXam News (@saXamNews) April 3, 2026
- જામનગર: લાલપુર પંથકમાં ગઈકાલે કરા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.
- કચ્છ: ભુજ, ખાવડા, સુખપર અને માનકુવા પંથકમાં પણ પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે.
- આગાહી: હવામાન વિભાગ દ્વારા હજુ પણ દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે GPSCની ઝાટકણી કાઢી: ચેરમેન અને સચિવને રુબરુ હાજર થવા આદેશ આપ્યો












