ગુજરાત: સ્થાનિક ચૂંટણી પહેલા મોટો વહીવટી ફેરફાર, ગુજરાતમાં 59 TDOની સામુહિક બદલી, જુઓ લિસ્ટ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બુધવારે રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-2ના કુલ 59 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ની સામુહિક બદલીના સત્તાવાર આદેશ જારી કરાયા છે.
આ હુકમ મુજબ, અધિકારીઓને એક તાલુકા કે જિલ્લામાંથી અન્ય જગ્યાએ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓમાં મોટા ભાગના કેસમાં અધિકારીઓની સ્વ-વિનંતી (સ્વયંની ઈચ્છા)ને ધ્યાનમાં લેવામાં આવી છે, જ્યારે અન્યને જાહેર હિત અને ચૂંટણી પહેલા વહીવટી કામગીરી વધુ પારદર્શક તથા સુચારુ બનાવવા માટે ટ્રાન્સફર કરાયા છે.
આ ફેરફારથી ગ્રામ વિકાસના કાર્યો, પંચાયતી રાજ વ્યવસ્થા અને આગામી ચૂંટણીઓની તૈયારીઓમાં નવી ઊર્જા આવશે તેવી અપેક્ષા છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદીમાં 59 અધિકારીઓના નામ, હાલની પોસ્ટિંગ અને નવી નિમણૂકની વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-રાજકોટ વિસ્તારમાં અનેક અધિકારીઓને અસર થઈ છે.
આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મુકાયા છે. વધુ વિગત માટે નીચે ક્લિક કરો…
TDO Transfer order19.02.2026












