ગુજરાત

ભુજના સ્મૃતિવન ખાતે ઇન્ડિયન આર્મી દ્વારા ભવ્ય ‘વોકેથોન’નું આયોજન: ‘વર્લ્ડ હાર્ટ ડે’ પર આપ્યો ફિટનેસનો સંદેશ

Indian Army Walkathon World Heart Day 2026: આજના આધુનિક અને દોડધામભર્યા જીવનમાં હૃદયરોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને લોકોમાં હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ભારતીય સેના દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલા ઐતિહાસિક સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ખાતે ‘વર્લ્ડ હાર્ટ ડે’ નિમિત્તે ભારતીય સેનાની 2075 ફિલ્ડ હોસ્પિટલ દ્વારા ભવ્ય ‘વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

“Silent steps, Stronger heart” ની થીમ પર વોકેથોન યોજાઈ

ગઈકાલે 29 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે 5:00 વાગ્યે આ વિશેષ વોકેથોનનો પ્રારંભ થયો હતો. “Silent steps, Stronger heart” ની ખાસ થીમ પર આધારિત આ વોકેથોનનો રૂટ સ્મૃતિવનના એન્ટ્રી ગેટ પાર્કિંગ (EP3) થી શરૂ થઈને સનસેટ પોઈન્ટ સુધી રાખવામાં આવ્યો હતો. આ આયોજનમાં ભારતીય સેનાના આશરે 150 જેટલા જવાનો અને અધિકારીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાજને સ્વાસ્થ્ય જાગૃતિનો એક પ્રબળ સંદેશ આપ્યો હતો.

સ્મૃતિવન મેનેજમેન્ટ અને આર્મીનું સુંદર સંકલન

આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે આર્મીની 2075 ફિલ્ડ હોસ્પિટલ દ્વારા સ્મૃતિવનના ડાયરેક્ટર મનોજ પાંડે અને ભુજ જિલ્લા વહીવટીતંત્ર સાથે વિશેષ સંકલન સાધવામાં આવ્યું હતું. મનોજ પાંડે અને સ્મૃતિવન મેનેજમેન્ટ ટીમ તરફથી મળેલા સંપૂર્ણ સહયોગના પરિણામે આ આખો કાર્યક્રમ અત્યંત સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભુજિયા ડુંગરની તળેટીમાં સ્વાસ્થ્યનો સંદેશ

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સુખાકારી અને સ્વસ્થ હૃદય માટેની જાગૃતિ ફેલાવવાનો હતો. ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવનના હરિયાળા અને પ્રકૃતિથી સભર વાતાવરણમાં યોજાયેલી આ વોકેથોન સ્થાનિક નાગરિકો માટે પણ ભારે આકર્ષણ અને પ્રેરણારૂપ બની રહી હતી. ઇન્ડિયન આર્મીના આ સરાહનીય પ્રયાસથી સમાજમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે એક હકારાત્મક ઉર્જાનો સંચાર થયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રી નિમિત્તે શાળાઓમાં કોમર્શિયલ ગરબા ક્લાસિસ સામે લાલઆંખ: DEO એ આપી તપાસના આદેશ સાથે કડક નોટિસ

Back to top button