ટ્રેન્ડિંગધર્મ

દિવાળીનો દીપોત્સવી પર્વ: દીવડાંની રોશની સાથે ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન

Diwali Festival :  દિવાળીના પર્વને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળે છે. દિવાળી એટલે માત્ર દીવડાં પ્રગટાવવાનો તહેવાર નહીં, પરંતુ ખુશીઓ, સમૃદ્ધિ, નવી આશાઓ અને પરિવાર સાથેના લાગણીસભર સંબંધોની ઉજવણી. આ પર્વ અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.

ભગવાન શ્રીરામના આગમન સાથે જોડાયેલી પરંપરા

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે નગરવાસીઓએ દીવડાં પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગની યાદમાં દિવાળીના પર્વે ઘરો અને આસપાસના વિસ્તારોને દીવડાં તથા રોશનીથી શણગારવામાં આવે છે.

ગુજરાતમાં દિવાળીનું વિશેષ મહત્વ

ગુજરાતમાં દિવાળીનું વિશેષ ધાર્મિક અને વેપારી મહત્વ છે. દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે. નવા હિસાબી ચોપડામાં શુભ અને લાભ લખીને માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. જૂના વર્ષના હિસાબ પૂર્ણ કરીને નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને વ્યવસાયમાં પ્રગતિની કામના કરવામાં આવે છે.

રંગોળી, મીઠાઈ અને દીવડાંથી સજશે ઘરઆંગણાં

દિવાળીના પર્વે ઘરની સાફ-સફાઈ, રંગોળી, તોરણ અને દીવડાંથી શણગાર કરવાની પરંપરા છે. બજારોમાં મીઠાઈ, ફરસાણ, કપડાં, ઘરેણાં અને ભેટોની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળે છે. પરિવારજનો અને મિત્રો એકબીજાને મીઠાઈ તથા ભેટ આપીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવે છે.

પ્રકાશના પર્વનો સંદેશ

દિવાળીનો પર્વ આપણને જીવનમાં સકારાત્મકતા, પ્રેમ, એકતા અને માનવતાનો પ્રકાશ ફેલાવવાનો સંદેશ આપે છે. દીવડાંની રોશની માત્ર ઘરોને જ નહીં, પરંતુ મનને પણ આશા અને આનંદથી ઉજ્જવળ બનાવે છે. આ પર્વ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભકામનાઓ

આ પણ વાંચો : પોલેન્ડમાં ભયાનક ગોળીબારથી હાહાકાર: 6 લોકોના કરૂણ મોત, 12 ઘાયલ; હુમલાખોર પણ ઠાર!

Back to top button