Gujarat: ગુજરાતના કાયદા વિભાગનો મોટો નિર્ણય, પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Gujarat Five Judges Retirement Immediate Effect: ગુજરાતના ન્યાયતંત્ર અંગે એક મહત્ત્વપૂર્ણ પગલામાં, ગુજરાત સરકારે જાહેર હિતમાં તાત્કાલિક અસરથી પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્તિનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટની ભલામણ અનુસાર જાહેર કરાયેલ આ આદેશ રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સૂચિત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ન્યાયપાલિકાથી જોડાયેલી એક મહત્ત્વપૂર્ણ કાર્યવાહી અંતર્ગત પાંચ ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્તિનો નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જે 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરાયા તેમા મોરબીના 2, પોરબંદર-1, રાજકોટ-1 અને મોડાસા-1નો સમાવેશ થાય છે.

આ પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરાયેલા આ પાંચેય ન્યાયાધીશોમાં મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વી. શ્રીવાસ્તવ તથા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વી. જોષી, પોરબંદરના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ ઈલિયાસ એફ. માંડલી, રાજકોટ (ધોરાજી)ના 3ર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલીહુસેન એમ. શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે. દરજીનો સમાવેશ થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફરજિયાત નિવૃત્તીથી ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો
ગુજરાત હાઈકોર્ટની ભલામણને પગલે રાજ્યના કાયદા વિભાગ દ્વારા પાંચ ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ‘ફરજિયાત નિવૃત્તિ’ આપતો આદેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં એકસાથે પાંચ ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે તેમજ ન્યાયતંત્રમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા ગુજરાત જયુડીશીયલ સર્વિસ રૂલ્સ-2005ના રૂલ-21 સાથે વાંચતા ગુજરાત સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ-2002ના રૂલ-10(4) હેઠળ ગુજરાત હાઇકોર્ટના આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી સેવા નિવૃત કરવા અંગેની ભલામણને સ્વીકારી તમામને ફરજિયાત સેવા નિવૃત કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : PM મોદીનું રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિ પર સંબોધન, કહ્યું ‘રાજકારણમાં ફૂલસ્ટોપ હોતું નથી’












