PM મોદીનું રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિ પર સંબોધન, કહ્યું ‘રાજકારણમાં ફૂલસ્ટોપ હોતું નથી’

PM Modi In Rajya Sabha: આજે (18 માર્ચ 2026) રાજ્યસભામાંથી ઘણા સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિ પર સંબોધન કરી રહ્યા છે. નોંધનીય છે કે આજે 37 રાજ્યસભાના સાસંદોનો કાર્યકાળ પૂરો થયો છે. અને વડાપ્રધાન મોદીએ શરદ પવાર, દેવગૌડાના વખાણ કર્યા હતા.
Speaking in the Rajya Sabha. https://t.co/TV2X34E4D1
— Narendra Modi (@narendramodi) March 18, 2026
આ ખાલી બેઠકો પર ઘણા સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને તમામ સભ્યોની સંસદીય કારકિર્દી અને કાર્યકાળ પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવૃત્ત સભ્યોની ભૂમિકાને લોકશાહીને મજબૂત બનાવવા તરીકે પણ વર્ણવી હતી. વડાપ્રધાન મોદીએ સાંસદોની નિવૃત્તિ અંગે કહ્યું કે, ‘ગૃહ એક ખુલ્લી યુનિવર્સિટી જેવું છે અને નવા સાંસદોએ હંમેશા શીખવું જોઈએ. શિક્ષણ અને તાલીમ બંને અહીં થાય છે. રાજકારણમાં ક્યારેય ફૂલસ્ટોપ હોતું નથી. હું દરેક સાંસદોના કામની સરાહના કરૂં છું’
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોતાના ભાષણ દરમિયાન, વડાપ્રધા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નિવૃત્તિ એક ભાવનાત્મક ક્ષણ છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પ્રશંસા કરતા PMએ કહ્યું કે, દેવગૌડાનું અડધું જીવન સંસદીય પ્રણાલીમાં વિત્યું. વડાપ્રધાન પછી રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંસદના બજેટ સત્ર દરમિયાન આજે નિવૃત્ત થઈ રહેલા રાજ્યસભાના સભ્યોને વિદાય આપવામાં આવી હતી.
આ પણ વાંચો : દિલ્હીમાં ભીષણ આગની ઘટના, છ લોકો જીવતા ભૂંજાયા












