દવાની દુકાનોમાં હવે CCTV ફરજિયાત? આરોગ્ય મંત્રાલયનો પ્રસ્તાવ
CCTV mandatory in medicine shops: દેશમાં દવાઓના વેચાણ પર દેખરેખ અને નિયમન વધુ કડક બનાવવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) ‘ડ્રગ્સ રૂલ્સ, 1945’ (ઔષધ નિયમાવલી) માં મહત્વપૂર્ણ સુધારા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવે દેશભરના મેડિકલ સ્ટોર્સ (દવાની દુકાનો) પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવી શકે છે.
આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય શેડ્યૂલ H, H1 અને X હેઠળ આવતી સંવેદનશીલ દવાઓનું માન્ય ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન (ચીઠ્ઠી) વિના થતું અનધિકૃત વેચાણ અને ગેરકાયદેસર પહોંચ અટકાવવાનો છે. મંત્રાલયે 8 સપ્ટેમ્બરના રોજ આ પ્રસ્તાવિત ફેરફારો સંબંધિત ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
DTAB દ્વારા દરખાસ્તને મંજૂરી આપવાની ભલામણ
આ પ્રસ્તાવ અંગે સૌપ્રથમ ‘ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટી’માં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ મુસદ્દો વિચારણા અર્થે ‘ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ’ (DTAB) ના સભ્યો સમક્ષ રજૂ કરાયો હતો. ઊંડાણપૂર્વકના વિચાર-વિમર્શ બાદ DTAB એ આ નિયમનકારી દરખાસ્તને મંજૂરી આપવાની ઔપચારિક ભલામણ કરી છે.
શેડ્યૂલ H, H1 અને X શ્રેણીની દવાઓના વેચાણ અને વિતરણ પર ચાંપતી નજર રાખવા માટે મેડિકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા લગાવવાની જોગવાઈને વધારાના સુરક્ષા પગલાં તરીકે પ્રસ્તાવિત કરવામાં આવી છે.
આ પણ વાંચો:‘મિત્ર નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ…’ જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાનને પાઠવી શુભેચ્છા
દવાઓના ગેરકાયદે વેચાણ પર અંકુશ અને પારદર્શિતા વધશે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલાથી નીચે મુજબના મોટા ફાયદા થશે.
સંવેદનશીલ અને એન્ટિબાયોટિક્સ સહિતની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર થતું વેચાણ અટકશે.
ડ્રગ સપ્લાય ચેઇનમાં પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત કરી શકાશે.
બજારમાં દવાઓની ગેરકાયદે હેરફેર અને દુરુપયોગ પર અંકુશ મેળવી શકાશે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રસ્તાવિત સુધારો જાહેર આરોગ્યની સુરક્ષા અને કાયદાકીય દેખરેખ વધુ મજબૂત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર સરકારે તમામ હિતધારકો (મેડિકલ એસોસિએશન્સ વગેરે) અને સામાન્ય જનતા પાસેથી વાંધા તેમજ રચનાત્મક સૂચનો મંગાવ્યા છે.
આ પણ વાંચો:RBIનો મોટો નિર્ણય, બજારમાંથી ₹50,000 કરોડ પાછા ખેંચાયા












