પ્રશાંત કિશોર સહિત 2000 લોકો પર FIR દાખલ, પટનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થઈ હતી અથડામણ

બિહારઃ 24 જુલાઈ, 2025: Police Filed FIR Against 2000 People Include Prashant Kishor: બિહારમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ખૂબ જ સક્રિય છે. આ સમયે રાજ્યમાં વિધાનસભા સત્ર પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન, બિહાર ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલા જન સૂરજના નેતા પ્રશાંત કિશોર સહિત 2000 લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ મામલે પટણામાં જન સૂરજ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, આ વિરોધ પ્રતિબંધિત વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, પ્રશાંત કિશોર સહિત 2000 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન જન સૂરજના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
વિધાનસભા ઘેરાબંધી દરમિયાન પોલીસ સાથે થઈ ઝપાઝપી
નોંધનીય છે કે, બુધવારે (23 જુલાઈ) જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોર તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ સેંકડો સમર્થકો સાથે બિહાર વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા હતા. જન સૂરજ પાર્ટીના કાર્યકરો ચિતકોહરા ગોલંબર નજીક પહોંચતા જ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે બંને પક્ષો તરફથી ઝપાઝપી થઈ. જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
યુદ્ધ શરૂ થઈ ગયુઃ પ્રશાંત કિશોર
ઝપાઝપી પછી, જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું, ‘હજુ તો યુદ્ધ જ શરૂ થયું છે. આમનું જીવવું હરામ કરી દઇશું. હજુ ત્રણ મહિના બાકી છે. તેઓ જાણતા નથી કે બિહારના લોકો પરિવર્તન ઇચ્છે છે. તેઓ આ ભ્રષ્ટ લોકોને દૂર કરવા માંગે છે. આ લોકો ગૃહમાં અને પોલીસ પાછળ છુપાઈ નહીં શકે. પોલીસનું શું છે? તે ઉપર બેઠેલા લોકો પ્રમાણે કામ કરે છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ. પોલીસે અમને રોક્યા છે, અમે હાલ રોકાઇ ગયા છીએ. આ લોકશાહી છે. જ્યારે પણ અમને એવું લાગશે, અમે ઊભા થઈને ચાલવા માંડશું.’
2000 લોકો સામે FIR
જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકો પટના પહોંચ્યા હતા. જન સૂરજ પાર્ટી દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રદર્શન પૂર્વનિર્ધારિત યોજના મુજબ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર કરવામાં આવી રહ્યું છે. હવે આ કેસમાં પ્રશાંત કિશોર સહિત બે હજાર લોકો સામે FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાંથી ઝડપાયું આધારકાર્ડ સાથે છેડછાડ કરવાનું કૌભાંડ, 6 શખસોની ધરપકડ
આ પણ વાંચોઃ ટેલિકોમ સેક્ટરમાં બમ્પર ભરતી થશે, 10 લાખ લોકોને નોકરી મળશે, દર વર્ષે 1 લાખ કરોડનું રોકાણ થશે












