વિરાટ-રોહિતની ટેસ્ટમાં વાપસી? સોશિયલ મીડિયા પર વાયરલ ન્યૂઝની જાણો હકીકત

Virat Kohli Test Retirement: ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. મે 2025માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા આ બંને ખેલાડીઓ હાલ IPL 2026માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ચાહકોમાં તેમના પુનરાગમનની આશા જાગી છે.
સોશિયલ મીડિયા પર શું થઈ રહ્યો છે દાવો?
X (અગાઉનું ટ્વિટર) અને અન્ય પ્લેટફોર્મ પર એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે વિરાટ અને રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં વાપસીનો નિર્ણય લીધો છે. કેટલાક યુઝર્સ તો એવો પણ દાવો કરી રહ્યા છે કે BCCIએ આ અંગે સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે કોહલીએ IPL 2026ની પ્રથમ મેચમાં 69 રન અને રોહિતે KKR સામે 78 રન ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી.
Rohit Sharma & Virat Kohli are back from RETIREMENT #Cricket pic.twitter.com/KINBqAOeN1
— IPL X News (@IPLXNews) April 1, 2026
Virat kohli takes his test retirement back. #virat #viratkohli #iplonstar #ipl #AprilFoolsDay pic.twitter.com/WySw2xg7pD
— news, feeds, and updates (@cric_updates18) April 1, 2026
Well well well, as needed, Virat Kohli has taken back his retirement from test cricket. Much needed news for the Indian cricket fans.#cricket #bcci #india #ipl
— This account shares best tweets (@bestandlatest) April 1, 2026
🚨 BIG BREAKING NEWS 🚨
– Breaking his retirement, Virat Kohli is set to return to Test cricket. He will play a match for India the next test series. pic.twitter.com/5hb02fFapK
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 1, 2026
શું છે સત્ય? (Fact Check)
તપાસ કરતા માલૂમ પડ્યું છે કે આ તમામ દાવાઓ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. BCCI, વિરાટ કોહલી કે રોહિત શર્મા તરફથી નિવૃત્તિ પાછી ખેંચવા અંગે કોઈ જ સત્તાવાર નિવેદન કે જાહેરાત કરવામાં આવી નથી. વાયરલ થઈ રહેલી કહેવાતી ‘BCCI રિલીઝ’ ફેક (નકલી) છે.
હવે કયા ફોર્મેટમાં રમશે આ દિગ્ગજો?
રોહિત શર્મા અને વિરાટ કોહલી અત્યારે માત્ર વનડે (ODI) ફોર્મેટ માટે જ ટીમ ઈન્ડિયામાં ઉપલબ્ધ છે. તેમણે છેલ્લે 18 જાન્યુઆરી, 2026 ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ઈન્દોરમાં વનડે મેચ રમી હતી. ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી તેઓ સત્તાવાર રીતે નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં માત્ર વનડે અને IPLમાં જ રમતા જોવા મળશે.
આ પણ વાંચોઃ પશ્ચિમ એશિયા યુદ્ધની અસર: ભારતમાં કોન્ડોમ મોંઘા થવાની આશંકા, કાચા માલની ભારે અછત
આ પણ વાંચોઃ Chandigarh: ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












