આત્મા તમે છોડી દીધી છે, શરીર અમે છોડાવીશું’, દિલજીત દોસાંજને લોરેન્સ ગેંગની ધમકી, મેનેજરના ઘર પર ફાયરિંગ

Diljit Dosanjh: પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંજના મેનેજર ગુરપ્રતાપ સિંહ કાંગના ઘર પર ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. આ ફાયરિંગ હરિયાણાના ગોંદર ગામમાં કરવામાં આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ટાયસન બિશ્નોઈ અને આરઝૂ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સીધી ધમકી આપી છે.
દિલજીતના મેનેજર પર હુમલાનો પ્રયાસ અને ગંભીર આક્ષેપો
સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગે લખ્યું છે કે, “આ ફાયરિંગ અમે (ટાયસન, આરઝૂ અને હરિ બોક્સર) કરાવ્યું છે. અમે દિલજીત અને તેના મેનેજરોને એક મેસેજ આપ્યો હતો. અમારે તમારી પાસે કોઈ ખંડણી નથી જોઈતી કે કોઈ આર્થિક ફાયદો નથી જોઈતો, પરંતુ તમારી ટીમનો એક કર્મચારી છોકરીઓનું શોષણ કરે છે. ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન તેણે પંજાબની એક દીકરીને ખોટા સપના બતાવી ગર્ભવતી બનાવી બ્લોક કરી દીધી હતી.”
“આ ત્રીજી અને છેલ્લી વોર્નિંગ છે”
પોસ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિલજીતના નામે અનેક બહેનો સાથે અશ્લીલ વ્યવહાર કરવામાં આવ્યો છે. ગેંગે દાવો કર્યો છે કે તેમણે અગાઉ બે વાર શાંતિથી મેસેજ કર્યો હતો કે તે વ્યક્તિને ટીમમાંથી બહાર કરો, પરંતુ દિલજીતની ટીમ પૈસા અને ફેમમાં એટલી વ્યસ્ત છે કે તેમને કંઈ દેખાતું નથી. આ ત્રીજી અને અંતિમ વોર્નિંગ છે, જો હવે વાત નહીં માનવામાં આવે તો મોટું નુકસાન કરવામાં આવશે.
ગ્લોબલ નેટવર્કની ધમકી
લોરેન્સ ગેંગે ધમકી આપતા કહ્યું કે, “અમારું નેટવર્ક આખી દુનિયામાં છે, તમે ગમે તે દેશમાં જશો ત્યાં મળી લઈશું. આત્મા તો તમે છોડી જ દીધી છે, હવે શરીર અમે છોડાવીશું. હવે જો વાત નહીં માનો તો અમે તે વ્યક્તિનું નામ પણ એક્સપોઝ કરીશું અને ઘરમાં ઘૂસીને બતાવીશું કે બળાત્કારીનો સાથ આપવાનું અંજામ શું હોય છે.” આ ગંભીર ધમકી બાદ અત્યાર સુધી દિલજીત દોસાંજ કે તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચોઃ કેટલા મોટા રૂમ માટે કયું કુલર છે યોગ્ય ? ખરીદતા પહેલા જાણો આ મહત્વપૂર્ણ બાબતો
આ પણ વાંચોઃ Travel Tips: કયા મહિનામાં ભારતની કઈ જગ્યાઓ પર ફરવા જશો? શા માટે?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












