Travel Tips: કયા મહિનામાં ભારતની કઈ જગ્યાઓ પર ફરવા જશો? શા માટે?

Travel News: ટ્રાવેલ એક શોખ હોવાની સાથે જરૂરિયાત પણ છે. રૂટિન લાઈફમાંથી બ્રેક લઈને થોડું ફરવું પણ જરૂરી છે, પરંતુ કઈ સીઝનમાં કે કયા મહિનામાં ક્યાં ફરવા જવું તેની જાણ હોવી પણ જરૂરી છે, નહિતર ફરવાનો ઉત્સાહ મરી શકે છે. ભારતમાં વર્ષના અલગ-અલગ મહિનાઓમાં હવામાન મુજબ ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળો નીચે મુજબ છે
ઉનાળો (માર્ચ થી જૂન – ગરમીથી બચવા)
હિમાચલ પ્રદેશ (માર્ચ-જૂન): મનાલી, શિમલા, કુલ્લુ, ખજ્જિયાર, ડેલહાઉસી.
હિમાચલપ્રદેશના શિમલા-મનાલી એક એવી જગ્યા છે જેની એકવાર તો મુલાકાત લીધી જ હશે. તેમ છતાં ગરમીમાં આ સ્થળને લિસ્ટમાં રાખવું જરૂરી છે. આ જગ્યા હંમેશા શાંત, ઠંડી અને સુંદર હોય છે. અહીંના જંગલો અને વાતાવરણ મનાલીની સુંદરતા વધારે છે.
ઉત્તરાખંડ (એપ્રિલ-જૂન): નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ.
તે હિમાલયની કુદરતી સુંદરતા, પવિત્ર તીર્થધામો અને રોમાંચક સાહસિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ છે. એપ્રિલમાં અહીં ચારધામ યાત્રા શરૂ થાય છે. (કેદારનાથ, બદ્રીનાથ) હાલમાં ભાવિકોમાં ખૂબ લોકપ્રિય છે, જ્યારે ઔલી, નૈનીતાલ અને જીમ કોર્બેટ જેવા સ્થળો પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પો છે
જમ્મુ અને કાશ્મીર / લદ્દાખ (માર્ચથી જૂન): લેહ, નુબ્રા વેલી, પેંગોંગ લેક, ગુલમર્ગ, પહેલગામ.
કાશ્મીર ફરવા જવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન છે. હિમાલય પર્વતથી નજીક અને બરફાચ્છાદિત પ્રદેશ હોવાથી કાશ્મીરમાં તાપમાન ઠંડુ હોય છે. ગરમીમાં મોટાભાગના લોકો હિલ સ્ટેશન કે ઠંડા વિસ્તારમાં ફરવા જાય છે. જો તમે પણ સમર વેકેશન પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે કાશ્મીર પ્રવાસ બેસ્ટ ડેસ્ટિનેશન છે. શિયાળામાં કાશ્મીરમાં હિમવર્ષા થાય છે. આથી દિવાળીથી જાન્યુઆરી સુધીનો સમય કાશ્મીર પ્રવાસ માટે યોગ્ય હોતો નથી. 10,000 મીટરની ઊંચાઈએ આવેલું દ્રાસ શહેર દુનિયાનો સૌથી ઠંડો વિસ્તાર છે. તે પણ જોવા જેવી જગ્યા છે.
મેઘાલય (મે): શિલોંગ, ચેરાપુંજી.
અહીંના ખૂબસુરત પહાડો નિહાળવાની એક અલગ જ મજા છે. શિલોંગ ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં અલગ અલગ તહેવારો અને પરંપરાઓ સહેલાણીઓને આકર્ષે છે. શિલોંગમાં મહિલાઓ વ્યાપાર કરતી નજરે ચડશે. શિલોંગથી ચેરાપુંજી જતી વખતે ઘણી ગુફાઓનો નજારો જોવા મળશે. ચેરાપુંજી એશિયાની સૌથી સાફ જગ્યામાંની એક છે. એટલે જ અહીંની સુંદરતા જોવાલાયક છે.
ચોમાસું (જુલાઈ થી સપ્ટેમ્બર – પ્રકૃતિ પ્રેમીઓ માટે)
કેરળ: મુન્નાર, વાયનાડ (લીલોતરી જોવા માટે).
દક્ષિણ ભારતની સુંદરતા વધુ ખીલી ઉઠે છે. આ સમયે મુન્નારના ચાના બગીચાઓ ઘેરા લીલા રંગના થઈ જાય છે. ઊંચાઈ પર ધુમ્મસ અને ખીલેલા ફૂલો મુન્નારને એક રોમેન્ટિક જગ્યા બનાવે છે. અહીંનું તાપમાન 15°Cથી 25°C સુધી રહે છે, જે ટ્રેકિંગ માટે યોગ્ય છે.
મહારાષ્ટ્ર: લોનાવાલા, મહાબળેશ્વર, માથેરાન. (ઓક્ટોબરથી ફેબ્રુઆરી, જુલાઈથી સપ્ટેમ્બર)
મહારાષ્ટ્રના લોનાવાલા અને માથેરાન ફરવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી (શિયાળો) છે, જ્યારે હવામાન ખુશનુમા હોય છે. જો કે લીલાછમ વાતાવરણ અને ધોધ જોવા માટે ચોમાસું (જુલાઈથી સપ્ટેમ્બર) પણ શ્રેષ્ઠ છે, જ્યારે ગરમીથી બચવા માટે માથેરાન ઉનાળામાં પણ જઈ શકાય છે
ઉદયપુર (તળાવો ભરાયેલા હોય છે).
સાંજે પિછોલા લેક પર બોટિંગ કરતી વખતે સૂર્યાસ્ત જોવો તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.
શિયાળો (ઓક્ટોબર થી ફેબ્રુઆરી – ઠંડી અને ફરવા માટે)
રાજસ્થાન:
જયપુર, જોધપુર, જેસલમેર (રણ મહોત્સવ).
આ સમય દરમિયાન જયપુર, જોધપુર, જેસલમેર જેવા સ્થળોએ રણ મહોત્સવ ચાલતા હોય છે તેથી ત્યાં ફરવાની મજા નિરાળી છે.
ગોવા: બીચ પાર્ટી અને વોટર સ્પોર્ટ્સ માટે. (નવેમ્બરથી ફેબ્રુઆરી)
ગોવા ફરવા જવાનો શ્રેષ્ઠ સમય આબોહવા અને તમારી પસંદગી (શાંતિ કે પાર્ટી) પર આધારિત છે. સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય ગોવાની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગુજરાત: કચ્છનું સફેદ રણ (રણોત્સવ) (નવેમ્બરથી ફેબ્રુઆરી)
કચ્છના સફેદ રણ (White Rann of Kutch) ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીનો છે. આ સમયગાળા દરમિયાન હવામાન ખૂબ જ સુખદ અને ઠંડુ હોય છે, જે રણમાં ફરવા અને પ્રવૃત્તિઓ માટે આદર્શ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
- માર્ચ/એપ્રિલ: ફેમિલી વેકેશન માટે આદર્શ હવામાન.
- મે/જૂન: બાળકોની રજાઓ માટે હિલ સ્ટેશન બેસ્ટ.
આ પણ વાંચોઃ Kedarnath Dham Yatra: કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હો તો આ બાબતોનું રાખો ધ્યાન












