મધ્ય ગુજરાતમાં વરસાદનું તાંડવ! નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યાં પાણી
Gujarart Rain : મધ્ય ગુજરાતમાં વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. નસવાડી તાલુકાના કાલીડોળી ગામે નાળાના પૂરના પાણી ફરી વળતા માર્ગો પર જાણે નદીઓ વહેવા લાગી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જેને પગલે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરીનો સામાન પલળી જવાથી મોટું નુકસાન પહોંચ્યું હતું.
ઓરસંગ નદીમાં ઘોડાપૂર
ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. બોડેલી નજીક આવેલો હેરણ નદી પરનો રબર ડેમ છલકાઈ ગયો છે, તો બીજી તરફ અશ્વિની નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. કવાંટ વિસ્તારમાં રામી ડેમ તરફ જતો કોઝવે અને મોટી સાંકળથી ખંડીબારા જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈને ધોવાઈ જતાં ડઝનબંધ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઉપરાંત, વાલપુર ગામે નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા એક યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પૂરના પાણી નિચાણવાળા રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં ફરી વળતાં નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાની દ્વિતીય ક્રમની સૌથી મોટી ગણાતી હરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં રાજવાસણા સ્થિત રાજ્યનો એકમાત્ર રબર ડેમ સંપૂર્ણપણે છલકાયો છે. ડેમ પરથી ધસમસતા પાણીના નયનરમ્ય દ્રશ્યો સર્જાતાં સ્થાનિક રહીશો તેમજ ધરતીપુત્રોમાં આનંદની લહેર ફરી વળી છે.
રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદ અને પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન મોડમાં છે. તેમણે ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મારફતે સ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ તમામ જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓને સતત એલેર્ટ રહીને જરૂરી તમામ રાહત-બચાવ કામગીરી હાથ ધરવા ટેલિફોનિક માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો:AI વીડિયો વિવાદમાં Meta Indiaના હેડ સામે FIR, શું છે સમગ્ર મામલો?
આ પણ વાંચો:Silchar : પાણીની ટાંકીમાં ઉતરવું પડ્યું ભારે, ગૂંગળામણથી 4 લોકોના મોત












