ટ્રેન્ડિંગનેશનલ

મમતા બેનર્જીને વધુ એક ઝટકો? ચંદ્રિમા ભટ્ટાચાર્યએ TMC ચીફ સહિત તમામ પદ પરથી રાજીનામું આપ્યું

National news: પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધુ વધ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાલ બાદ પહેલેથી સંકટ સામે લડી રહેલી તૃણમુલ કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો રાઈટ હેન્ડ માનવામાં આવતા ચંદ્રિમા ભટ્ટાચાર્યે પક્ષના તમામ સંગઠાત્મક પદો પરથી રાજીનામું આપ્યું છે. જોકે આ સમાચાર અંગે પક્ષ અથવા Mamata Banerjee તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

માહિતી મુજબ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ મમતા બેનર્જીને પત્ર લખીને પોતાના નિર્ણયથી અવગત કરાવ્યા છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમણે સંગઠનાત્મક જવાબદારીઓ ઉપરાંત પક્ષના નાણાકીય અને વહીવટી નિર્ણયો સાથે જોડાયેલી સાઇનિંગ ઓથોરિટીમાંથી પણ પોતાને તાત્કાલિક અસરથી અલગ કર્યા છે.

ચંદ્રીમા ભટ્ટાચાર્ય લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસના મહત્ત્વપૂર્ણ ચહેરા તરીકે ઓળખાય છે. સરકાર અને સંગઠન બંનેમાં તેમની અસરકારક ભૂમિકા રહી હોવાનું માનવામાં આવે છે. તેથી તેમના સંભવિત રાજીનામાના અહેવાલોને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.

તાજેતરના રાજકીય પડકારો વચ્ચે TMC માટે આ ઘટનાક્રમ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. જોકે આ મામલે પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા ન થતાં હાલ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

ચંદ્રિમા ભટ્ટાચાર્ય પ્રભાવશાળી ચહેરો

ચંદ્રિમા ભટ્ટાચાર્ય લાંબા સમયથી તૃણમુલ કોંગ્રેસના સૌથી પ્રભાવશાળી ચહેરો માનવામાં આવે છે. સરકારથી લઈને સંગઠન સુધી તેમની મજબૂત પકડ રહી હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે. તેમના સંભવિત રાજીનામાના અહેવાલોએ પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. હાલ આ ઘટનાક્રમે પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં ગરમાવો જરૂર વધાર્યો છે.

આ પણ વાંચોઃ જોધપુર : PM મોદીએ રાજમહેલ જેવા નવા એરપોર્ટ ટર્મિનલનું કર્યું ઉદ્ધાટન, જાણો વિશેષતા
Back to top button