ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારતીય બેટ્સમેનોના છક્કા છોડાવનાર બોલરને વિરાટની અનોખી ભેટ

Virat Kohli and Matt Henry : ન્યૂઝીલેન્ડના બે ઓવલ મેદાન પર રમાયેલી ચોથી વનડેમાં કિવી ફાસ્ટ બોલર મેટ હેનરીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ હતી કે તેણે પોતાની પ્રથમ જ ઓવરમાં ભારતના ત્રણ દિગ્ગજ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પ્રથમ ઓવરમાં જ ભારતને આપ્યા ત્રણ મોટા ઝટકા

મેટ હેનરીએ મેચની શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવી દીધું હતું. તેણે પ્રથમ સ્લિપમાં રોહિત શર્માને કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પાંચમા બોલે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. કોહલી અંદર આવતી બોલને સમજી શક્યો નહોતો અને બોલ સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો હતો. આ જ ઓવરના છેલ્લા બોલે હેનરીએ કેપ્ટન શ્રેયસ ઐયરને LBW આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો.

મેચ બાદ વિરાટ કોહલીએ આપી ખાસ ભેટ

મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર મેટ હેનરીને વિરાટ કોહલીએ ખાસ ભેટ આપી હતી. ન્યૂઝીલેન્ડની જીત બાદ કોહલી કિવી ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. અહીં તેણે મેટ હેનરીને પોતાના ઓટોગ્રાફવાળી જર્સી ભેટમાં આપી હતી. આ સાથે કોહલીએ હેનરીની શાનદાર બોલિંગની પ્રશંસા પણ કરી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા આ ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ આઉટેજથી IndiGo પર અસર, Air Indiaએ ઉડાવ્યો મજાક

મેટ હેનરી બન્યો પ્લેયર ઓફ ધ મેચ

ચોથી વનડેમાં મેટ હેનરીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે 9.4 ઓવરમાં માત્ર 27 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 244 રનના મોટા અંતરથી જીતી હતી. રનના આધારે વનડે ક્રિકેટમાં ભારતની આ બીજી સૌથી મોટી હાર હતી. જોકે, ભારત હજુ પણ શ્રેણીમાં 2-1થી આગળ છે. ન્યૂઝીલેન્ડ છેલ્લી મેચ જીતીને શ્રેણી 2-2થી ડ્રો કરી શકે છે.

Back to top button