ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનેશ જ્ઞાનેશ યેસ પાપા, વોટ ચોરી યેસ પાપા,  મમતા બેનર્જીનો ચૂંટણી કમિશનર પર કટાક્ષ

Mamata Banerjee: દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ કર્યો હતો. મતદાર યાદીઓની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અને કથિત વોટ ચોરીના વિરોધમાં યોજાયેલી આ રેલીમાં વિપક્ષી નેતાઓએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદારોના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મમતાએ જ્ઞાનેશ કુમારને નિશાન બનાવીને સવાલ કર્યો કે તેઓ ક્યારે પદ પરથી જશે. તેમના કટાક્ષનો હેતુ મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષના વિરોધને વધુ ધારદાર બનાવવાનો હતો.

વોટ ચોરી સામે એકજૂટ થવાની અપીલ

મમતા બેનર્જીએ અગાઉ સોશિયલ મીડિયા મારફતે પણ ઇન્ડિયા ગઠબંધનની રેલીને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વોટ ચોરી સામેની લડાઈ દરેક ભારતીયના મતદાનના અધિકારની રક્ષા કરવાની લડાઈ છે. તેમણે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (ઈવીએમ), મતદારોના આંકડા, મતદાર યાદીઓ અને મતગણતરીની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, કામદારો અને નાગરિક સમાજના લોકોને લોકશાહી તથા બંધારણની રક્ષા માટે આગળ આવવાની અપીલ કરી હતી.

SIR સામે વિપક્ષનો વિરોધ

ઇન્ડિયા ગઠબંધનના નેતાઓનો આરોપ છે કે મતદાર યાદીઓની સુધારણા પ્રક્રિયામાં અનિયમિતતાઓ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ કરી છે. રામલીલા મેદાનની રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, મમતા બેનર્જી સહિત વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા વિપક્ષે ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારોના મુદ્દે પોતાની એકતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ રામલીલા મેદાનમાં રેલી યોજવા માટે કેટલો ખર્ચ થાય છે? એક દિવસના ભાડા સહિત શરૂઆતમાં કેટલા ચૂકવવા પડે છે?
Back to top button