
Jodhpur Airport : સૂર્યનગરી જોધપુર માટે આજે ઐતિહાસિક દિવસ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજસ્થાનને 6 એરોબ્રિજની સુવિધા સાથેના પ્રથમ એરપોર્ટની ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના અત્યાધુનિક જોધપુર એરપોર્ટ ઉદ્ધાટન કર્યું છે. આશરે રૂ. 480 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ રાજમહેલ જેવું ભવ્ય છે. આ સાથે ઉડાન યોજનાના બીજા તબક્કાની શરૂઆત પણ થશે.
અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ એરપોર્ટમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક
આ આધુનિક ટેક્નોલોજી, વિશ્વસ્તરીય મુસાફરીની સુવિધાઓ અને રાજસ્થાની સંસ્કૃતિની ઝલક સાથે સજેલ આ હાઈટેક ટર્મિનલ જોધપુરની હવાઈ કનેક્ટિવિટીને નવી ઉડાન આપશે. આ ભવનમાં યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા, વિસ્તૃત વેટિંગ એરિયા, આધુનિક ચેક-ઈન કાઉન્ટર અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. નવા ટર્મિનલમાં પશ્વિમ રાજસ્થાનના પર્યટન, વેપાર અને ઔદ્યોગિક ગતિવિધિઓને પણ નવી ગતિ મળવાની આશા છે.
ટર્મિનલમાં આધુનિક ઈન-લાઈન બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
આ નવા ટર્મિનલમાં આધુનિક ઈન-લાઈન બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ, કેટલાક નવા ચેક-ઈન કાઉન્ટર, 4 એસ્કેલેટર, 5 લિફ્ટ, 3 અરાઈવલ કન્વેયર બેલ્ટ, 240 ચાર્જિંગ ચેર, 7 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ પોઈન્ટ, 2 વીઆઈપી લાઉન્જ અને એક એક્ઝીક્યૂટિવ લાઉન્જ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત વિશાળ ફૂડ કોર્ટ, શોપિંગ એરિયા, આધુનિક પાર્કિંગ અને ઉર્જા સંરક્ષણ આધારિત ગ્રીમ બિલ્ડિંગની અવધારણા આ ટર્મિનલને આંતરરાષ્ટ્રીય સ્તરને સ્વરૂપ આપે છે. આ ભવનની વાસ્તુકલામાં જોધપુરની સાંસ્કૃતિક વિરાસત અને પારંપરિક રાજસ્થાની શૈલીની સુંદર ઝલક પણ જોવા મળશે.
ભવનના નિર્માણમાં 3,400 ટન લોઢાનો ઉપયોગ કરાયો
આ એરપોર્ટમાં જ્યાં માત્ર 6 થી 8 ફ્લાઈટ સંચાલિત કરવામાં આવતી ત્યાં હવે ગર્મિઓમાં 14 થી 16 અને શિયાળામાં 25 થી 35 ફ્લાઈટ સંચાલિત થઈ રહી છે. એરપોર્ટ નિર્દેશક ડો. મનોદ ઉનિયાલ અનુસાર, ગત વર્ષોમાં મુસાફરોની સંખ્યા બેગણી થઈ ચૂકી છે અને એરપોર્ટ બે વર્ષ પહેલા જ 10 લાખ વાર્ષિક મુસાફરોનો આંકડો પાર કરી ચૂક્યા છે. નવું ટર્મિનલ શરૂ થવાથી મુસાફરોની ક્ષમતા અનેક ગણી વધી જશે, જ્યારે વિમાનોની પાર્કિંગ ક્ષમતા 4થી વધારીને 12 કરવામાં આવી છે. આ ભવનના નિર્માણમાં લગભગ 3,400 ટન લોઢાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તેને ગ્રીન બિલ્ડિંગ માનકોના રૂપમાં વિકસિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બ્રિટેનના કેમ્બ્રિજશાયરમાં હિન્દુઓને ઝટકો, મંદિર માટેની જમીન ચર્ચ અને મુસ્લિમ જૂથને અપાઈ












