ટ્રેન્ડિંગબિઝનેસ

Gold Silver Price: સોનાનો ભાવ ફરી 1.5 લાખની નજીક, ચાંદી પણ મોંઘી, જાણો આજના ભાવ

Gold Silver Price Today: આજે નાણાકિય વર્ષના પ્રથમ દિવસે (1 એપ્રિલ, 2026) ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનામાં એક જ ઝટકામાં 2,836 રૂપિયાનો વધારો થયો, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રુપિયા 9,348નો વધારો થયો છે.

Gold Near ₹1.5 Lakh Again, Silver Prices Rise

IBJA વેબસાઈટ પ્રમાણે આટલો થયો ભાવ

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ, ibjarates.com પર આજે સવારે જાહેર કરાયેલા દરો અનુસાર, 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુપિયા 1,37,005 છે, જે અગાઉના ટ્રેડિંગ દિવસે (30 માર્ચ 2026) સાંજે રુપિયા 1,34,407 હતો.

ચાંદીની કિંમત શું છે?

ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો દર આજે પ્રતિ કિલોગ્રામ રુપિયા 2,39,483 પર પહોંચી ગયો છે. એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય, શનિવાર અને દર રવિવારે દર જાહેર કરતું નથી. ગઈકાલે, 31 માર્ચે મહાવીર જયંતિની રજાને કારણે બુલિયન બજારના ભાવ જાહેર કરવામાં આવ્યા ન હતા.

આજે સોનું અને ચાંદી કેટલું મોંઘું થયું?

Gold prices surged close to ₹1.5 lakh while silver also saw movement in today’s market. Check the latest gold and silver rates across major Indian cities and understand the reasons behind the price rise

નોંધનીય છે કે, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોના માટે પ્રમાણભૂત ભાવ પ્રદાન કરે છે. આમાં ટેક્સ, મેકિંગ ચાર્જ અને GST શામેલ નથી.

આ પણ વાંચો : ટ્રમ્પના નિવેદથી રોકેટ બન્યુ શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી

Back to top button