Bigg Boss 20: કાજી તૌકીરે સ્કાઉટના કાનમાં થૂંક્યું!, ભડકી ગૌહર ખાન
Bigg Boss 20: બિગ બોસ 7ની વિજેતા અને અભિનેત્રી ગૌહર ખાન દર વર્ષે બિગ બોસને બારીકાઈથી ફોલો કરે છે અને શોમાં ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરે છે. બિગ બોસ 20ની આ સિઝન પણ ગૌહર ધ્યાનથી જોઈ રહ્યાં છે. અત્યાર સુધી તેઓ સતત કાજી તૌકીરને સપોર્ટ કરતાં જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં, કાજીને રડતો જોઈને ગૌહરની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં. અભિનેત્રીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તેમને અગાઉ કોઈ સ્પર્ધક સાથે આટલું જોડાણ ક્યારેય અનુભવાયું નથી. જોકે, હવે કાજીની એક હરકતથી ગૌહર ખાન નારાજ થઈ ગયાં છે. (Bigg Boss 20)
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કાજી તૌકીરને સતત સમર્થન આપતાં ગૌહરને તેની એક હરકત બિલકુલ પસંદ આવી નથી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને સલમાન ખાનને અપીલ કરી છે કે તેઓ આ વીકએન્ડ કા વારમાં કાજીની આ હરકત અંગે તેને જરૂર ટોકે. ગૌહરનું માનવું છે કે કાજીની મજાક હવે હદ વટાવી રહી છે અને તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી છે.
કાજીની આ હરકત પર ભડક્યાં ગૌહર ખાન
વાસ્તવમાં, બિગ બોસના તાજેતરના એપિસોડમાં કાજી સ્કાઉટ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કાજીએ સ્કાઉટના કાનમાં થૂંક્યું હતું. ત્યારબાદ કાજીએ ગુલ્લુ અને માહી સામે પણ આ ઘટનાની ચર્ચા કરી હતી અને પોતાની હરકતને લઈને મજાક કરી હતી. જોકે, કાજીની આ હરકત ગૌહર ખાનને બિલકુલ પસંદ આવી નથી. ગૌહરે આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે કોઈની વારંવાર પ્રશંસા કરવામાં આવે છે, ત્યારે ક્યારેક એવો ડર રહે છે કે ક્યાંક એ પ્રશંસા વ્યક્તિના માથે ન ચડી જાય. તેમણે કહ્યું કે શોના પહેલા જ અઠવાડિયામાં તેમને લાગતું હતું કે કાજી કંઈ ખોટું નહીં કરે, પરંતુ હવે તેની આ હરકતથી તેઓ નિરાશ થયાં છે.
Imagine how disgusting Qazi’s actions must have been for even his biggest CHATUKAR, @GAUAHAR_KHAN, to call him out for his filthy behaviour. 🤮🤒
#BiggBoss20 #BB20 https://t.co/SE1GwuloyN
— 𝘚αηу🍂 (@its_SanyHere) October 14, 2026
આ પણ વાંચો:‘આખો દેશ જંતર-મંતર બનશે’, CJP નેતાઓની ધરપકડ પર ભડક્યા પ્રકાશ રાજ!
‘કાજીનું આ વર્તન બિલકુલ યોગ્ય નહોતું’
ગૌહર ખાને કહ્યું કે સ્કાઉટના કાનમાં થૂંકવું અને ત્યારબાદ પોતાની હરકત પર ગર્વ અનુભવવો તેમના મતે ખોટું છે. તેમણે આશા વ્યક્ત કરી કે કાજીના હિતમાં સલમાન ખાન આ વીકએન્ડ કા વારમાં તેને તેની ભૂલ સમજાવશે. ગૌહરે કહ્યું કે કાજીની મજાક હવે હદથી વધારે થઈ રહી છે અને તે લોકોને કંટાળાજનક પણ લાગી શકે છે. સ્કાઉટ સાથે તેણે જે કર્યું તે બિલકુલ કૂલ નહોતું. ગૌહરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી કાજીને સમર્થન આપ્યા બાદ હવે તેઓ તેની આ હરકતથી નારાજ છે. તેમણે સલમાન ખાનને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દે કાજીને ટોકે અને તેને સમજાવે કે મજાકની પણ એક મર્યાદા હોય છે.
હવે સલમાન ખાન શું પગલાં લેશે?
ગૌહર ખાને સલમાન ખાનને પોતાની માગ જણાવી દીધી છે. હવે સૌની નજર આ વીકએન્ડ કા વાર પર રહેશે કે સલમાન ખાન કાજી તૌકીરની આ હરકત અંગે શું કહે છે અને તેને ઠપકો આપે છે કે નહીં. બિગ બોસના ઘરમાં બનેલી આ ઘટનાને કારણે કાજી તૌકીર ચર્ચામાં છે, જ્યારે ગૌહર ખાનના નિવેદનથી આ વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો:સુરતમાં લાલચની હદ પાર! માસૂમ બાળકોને પશુઓની દવા વેચવાનો કારોબાર ઝડપાયો












