ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠાના આ ગામને લાખ-લાખ અભિનંદનઃ કર્યું એવું મહાન કામ કે…

બનાસકાંઠા, તા. 18 ઓગસ્ટ, 2025:  બનાસકાંઠાના  આલવાડા ગામમાં એક વાળંદની કાતરે દાયકાઓ જૂના જાતિગત ભેદભાવને કાપી નાખ્યો  હતો. આ ક્ષણની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી. 7મી ઓગસ્ટે, 24 વર્ષીય ખેતમજૂર કીર્તિ ચૌહાણ ગામના વાળંદની દુકાનમાં પ્રવેશ કરીને વાળ કપાવનાર પ્રથમ દલિત બન્યા હતી. આ ઘટના સમગ્ર સમાજ માટે વહેલી સ્વતંત્રતા દિવસ જેવી હતી, કારણ કે ગામની તમામ પાંચ વાળંદની દુકાનો પહેલીવાર અનુસૂચિત જાતિના લોકો માટે ખોલવામાં આવી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે,  6,500ની વસ્તીવાળા આ ગામમાં રહેતા આશરે 250 દલિતોની સ્થાનિક વાળંદો દ્વારા વર્ષોથી સેવા નકારવામાં આવતી હતી. વાળંદ જેવી સામાન્ય જરૂરિયાત માટે પણ તેમને અન્ય ગામોમાં જવું પડતું હતું અને ઘણીવાર પોતાની ઓળખ છુપાવવી પડતી હતી. મહિનાઓની વાતચીત બાદ ગયા અઠવાડિયે આ પરિસ્થિતિ બદલાઈ હતી.

 તમામ સમુદાયના વડીલોએ આ અલિખિત પ્રતિબંધને સમાપ્ત કરવા સંમતિ આપી હતી. કીર્તિ ચૌહાણે ભાવુક થઈને કહ્યું, હું અહીં વાળ કપાવનાર પ્રથમ દલિત છું. મને યાદ છે ત્યાં સુધી, અમને સામાન્ય ગ્રૂમિંગ માટે પણ બીજા શહેરોમાં જવું પડતું હતું. મારા જીવનના 24 વર્ષમાં, મને આખરે મારા પોતાના ગામમાં સ્વતંત્રતા અનુભવ થયો હતો.

રિપોર્ટ પ્રમાણે, આ સફળતા દલિત સમુદાયના સતત પ્રયાસો અને સ્થાનિક કાર્યકર ચેતન ડાભીના સમર્થનથી શક્ય બની હતી. આ અભિયાનમાં ઉચ્ચ જાતિના રહેવાસીઓ અને વાળંદોને આ પ્રથા ગેરબંધારણીય છે તે સમજાવવાનો સમાવેશ થતો હતો. જ્યાં મનામણાં નિષ્ફળ ગયા, ત્યાં પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે દરમિયાનગીરી કરી હતી. ગામના સરપંચ સુરેશ ચૌધરીએ સ્વીકાર્યું, “સરપંચ તરીકે, મને અગાઉની પ્રથા માટે અપરાધભાવ થતો હતો. મને ગર્વ છે કે મારા કાર્યકાળ દરમિયાન તેનો અંત આવ્યો.

મામલતદાર જનક મહેતાના નેતૃત્વ હેઠળના જિલ્લા વહીવટીતંત્રે આ મુદ્દાના સમાધાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેતાએ કહ્યું, અમે ભેદભાવની ફરિયાદો પર ધ્યાન આપ્યું અને ગામના નેતાઓ સાથે મળીને સૌહાર્દપૂર્ણ સમાધાન સુનિશ્ચિત કર્યું હતું.  58 વર્ષીય છોગાજી ચૌહાણએ ભૂતકાળને વાગોળતા કહ્યું, વાળ કપાવવા માટે અમે માઈલો સુધી ચાલ્યા છીએ. મારા પિતાએ આ સ્વતંત્રતા પહેલા સહન કર્યું હતું, અને મારા બાળકોએ પણ ભોગવ્યું હતું. હવે વાળંદો બધા ગ્રાહકોનું સ્વાગત કરી રહ્યા છે. કીર્તિને ઐતિહાસિક હેરકટ આપનાર 21 વર્ષીય પિન્ટુ નાઈએ કહ્યું,”અગાઉ અમે ફક્ત સમાજના આદેશનું પાલન કરતા હતા. એકવાર વડીલોએ બદલાવ માટે સંમતિ આપી, તે હવે પ્રતિબંધિત નથી. તે અમારા વ્યવસાય માટે પણ સારું છે.

આ પણ વાંચોઃ મેરઠમાં સેનાના જવાનને થાંભલા સાથે બાંધીને માર્યો, વાયરલ વીડિયો જોઇને હચમચી જશો

Back to top button