અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના રસ્તાઓ પર કાદવનો કહેર, JCBથી શરૂ થયું AMCનું મિશન ક્લીન-અપ

AMC Opertaion CleanUp: ધોધમાર વરસાદ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ઓસરતાં રસ્તાઓ પર કાદવ અને કીચડના જાડા થર જામી ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તા લપસણા બની જતાં અકસ્માતનો ભય પણ ઊભો થયો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ સમગ્ર શહેરમાં ક્લીન-અપ મિશન શરૂ કર્યું છે. JCB સહિતની ભારે મશીનરીની મદદથી મુખ્ય માર્ગો અને આંતરિક વિસ્તારોમાંથી કાદવ-કીચડ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

એએમસીની સફાઈ ટીમો JCB સાથે સંકલન કરીને પહેલા કાદવ દૂર કરી રહી છે અને ત્યારબાદ રસ્તાઓની ધોવાણ અને સફાઈની કામગીરી પણ કરી રહી છે. જ્યાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાયેલા રહ્યા હતા તેવા વિસ્તારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ, વરસાદ બાદ શહેરમાં જનજીવન ઝડપથી સામાન્ય બને અને વાહનવ્યવહાર સરળતાથી શરૂ થઈ શકે તે માટે સફાઈ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં જરૂર પડશે ત્યાં JCB અને અન્ય મશીનરી દ્વારા કાદવ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ માટે હજુ 36 કલાક ભારે! આજે-કાલે મેઘતાંડવની આગાહી, 28 જુલાઈથી મળશે રાહત
Back to top button