ટ્રેન્ડિંગધર્મ

અમરનાથ યાત્રા 2026: 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ, 57 દિવસ સુધી ચાલશે બાબા બર્ફાનીની યાત્રા

Amarnath Yatra 2026: જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી બોર્ડની બેઠકમાં આ વર્ષની અમરનાથ યાત્રાને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

વયમર્યાદા અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા

પ્રશાસન દ્વારા યાત્રા માટે શ્રદ્ધાળુઓની ન્યૂનતમ વય 13 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ નક્કી કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની વ્યવસ્થા છે:

* ઓફલાઈન: PNB, SBI, યસ બેંક અને જમ્મુ-કાશ્મીર બેંકની દેશભરની 554 શાખાઓ પર નોંધણી કરાવી શકાશે.
* ઓનલાઈન: શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી રજિસ્ટ્રેશન કરી શકાશે.

વીમાની રકમમાં ધરખમ વધારો

યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અકસ્માત વીમાની રકમ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ઘોડાના માલિકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે; જો યાત્રા દરમિયાન ઘોડાનું મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

નવી સુવિધાઓ અને સુરક્ષા

* RFID કાર્ડ: શ્રદ્ધાળુઓના ટ્રેકિંગ માટે RFID કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે.
* આરોગ્ય સુવિધા: બાલટાલ અને શ્રીનગરમાં નવા યાત્રી નિવાસ શરૂ કરવામાં આવ્યા છે તેમજ શ્રદ્ધાળુઓ માટે 200 બેડની હોસ્પિટલ તૈયાર છે.
* હવામાનની જાણકારી: ચોક્કસ આગાહી માટે ડોપ્લર રડાર કાર્યરત કરવામાં આવ્યું છે.
* માર્ગ પહોળા કરાયા: યાત્રાના બંને મુખ્ય માર્ગોને પહોળા કરવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે.

પ્રશાસનને આશા છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગભગ 25 ટકાનો વધારો થઈ શકે છે, જેને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ‘હું આગામી લોકસભાની ચૂંટણી..’, ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત

આ પણ વાંચોઃ ટેકનોલોજી હવે ફક્ત વહીવટી સુવિધા નથી, તે એક બંધારણીય સાધન છે- CJI સૂર્યકાંત

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button