ટ્રેન્ડિંગમનોરંજન

58માં બર્થડે પર અક્ષય કુમાર ભાવુક થયો, ફેન્સને કહ્યુંઃ તમારા વગર હું કંઈ જ નથી

  • અક્ષય તેમના જન્મદિવસ પર ભાવુક થઈ ગયા અને ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે અત્યાર સુધીની ફિલ્મોમાં પોતાની સફર તેમના ચાહકોને સમર્પિત કરી

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારને Akshay Kumar તેમના જોરદાર અભિનય, કોમેડી અને એક્શન દ્રશ્યો માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આજે (9 સપ્ટેમ્બર) તે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે, જ્યારે ચાહકો તેમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, ત્યારે અક્ષય તેમના જન્મદિવસ પર ભાવુક થઈ ગયા અને ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે અત્યાર સુધીની ફિલ્મોમાં પોતાની સફર તેમના ચાહકોને સમર્પિત કરી અને કહ્યું – ‘તમારા વિના હું કંઈ નથી.’

ચાહકોના નામે લખી ઈમોશનલ નોટ

પોતાના જન્મદિવસ પર અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે, જીવનના 58 વર્ષ, ઈન્ડસ્ટ્રીમાં 34 વર્ષ, 150 થી વધુ ફિલ્મો અને આ સફર એ જ લોકો સાથે પૂર્ણ થઈ જેમણે મારામાં વિશ્વાસ કર્યો. જેમણે મારી ફિલ્મની ટિકિટ ખરીદી, મને સાઈન કર્યો, પ્રોડ્યુસ કર્યો, ડાયરેક્ટ કર્યો અને માર્ગદર્શન આપ્યું – આ સફર મારી છે એટલી જ તમારી પણ છે.

તેમણે આગળ લખ્યું છે કે હું ફક્ત આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું, તે દરેક સારા શબ્દ, સપોર્ટ અને વિશ્વાસ માટે. મારા જન્મદિવસની ખરી ખુશી એ લોકો માટે છે, જેઓ હજુ પણ મારામાં વિશ્વાસ રાખે છે. તમારા બધાનો હૃદયપૂર્વક આભાર.

સેલેબ્સે અક્ષયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ચાહકો અને ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અપારશક્તિ ખુરાનાએ તેમની પોસ્ટ પર લખ્યું – “હેપ્પી બર્થડે વીરજી”, જ્યારે અર્જુન રામપાલે લખ્યું, હેપ્પી બર્થડે અક્ષય, તમારું વર્ષ ખુશહાલ રહે. કૃષ્ણા અભિષેક, વિંદુ દારાસિંહ, શરદ કેલકર જેવા સ્ટાર્સે પણ ખિલાડી કુમારને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મો

આ વર્ષે અક્ષય ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ વર્ષે તે ‘સ્કાય ફોર્સ’, ‘કેસરી ચેપ્ટર 2’, ‘હાઉસફુલ 5’ અને ‘કનપ્પા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેણે કન્નપ્પા ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પણ ડેબ્યૂ કર્યું હતું.

હાલમાં તે હૈવાનના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત, અક્ષય એક હોરર-કોમેડી ફિલ્મ ભૂત બંગ્લામાં પણ જોવા મળશે, જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તેની ‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ KBC 17 Viral Video: ‘હું તમારા પરથી નજર હટાવી શકતી નથી’: મહિલા સ્પર્ધક ઓન એર ફ્લર્ટ કર્યુ, અમિતાભ બચ્ચન શરમાયા

Back to top button