ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુછ તો ગડબડ હૈ….સંજય રાઉતે અજિત પવારના પ્લેન ક્રેશ પર ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમના પત્ની સુનેત્રા પવારને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજિત પવારના મૃત્યુ પછી, મહારાષ્ટ્રમાં બે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. બે NCPનું વિલીનીકરણ અને અજિત પવારનું અચાનક અવસાન. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે આમાં કંઈક ગડબડ છે. આ જ કારણ છે કે તપાસની માંગ કરવામાં આવી રહી છે.

શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે પણ અજિત પવારના અચાનક મૃત્યુ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, “અજિત દાદાના અકસ્માત અંગે પ્રશ્નો ચોક્કસપણે ઉભા થશે, અને તે ઉભા થવા જોઈએ. મને લાગે છે કે આમાં કંઈક ગડબડ છે. પડદા પાછળ કંઈક તો થયુ છે. અજિત દાદાની પાર્ટી આ પ્રશ્નો ઉભા કરી રહી છે. તેમનું મૃત્યુ શંકાસ્પદ છે.”

પડદા પાછળ કંઈક તો થયું છે – સંજય રાઉત

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અજિત દાદાના અકસ્માતને લઈને ચોક્કસ પ્રશ્નો ઊભા થશે અને તે પ્રશ્નો ઊઠવા પણ જોઈએ. તેમણે જણાવ્યું કે જે રીતે મહારાષ્ટ્રના એક મોટા નેતા અજિત પવારના પ્લેન ક્રેશમાં મોતની ઘટના સામે આવી છે અને જે વિગતો બહાર આવી રહી છે, તેને ધ્યાનમાં લઈને સમગ્ર મામલાની તપાસ થવી જરૂરી છે.

કોઈએ નવો કાંડ કર્યો છે – રાઉત

સંજય રાઉતે કહ્યું કે અજિત દાદાએ પોતે કહ્યું હતું કે તેઓ ઘરે પરત આવવા માંગતા હતા. ત્યારબાદ ભાજપના લોકોએ સિંચાઈ કૌભાંડની ફાઈલોને લઈને અજિત પવારને ધમકી આપી હતી. જોકે અજિત પવારે એ જ સિંચાઈ કૌભાંડની ફાઈલો બતાવીને તેમને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે “મારી વાત છોડો, તમારા કૌભાંડની ફાઈલ તો મારી પાસે છે.”

રાઉતે આગળ કહ્યું કે આ ઘટના પછી માત્ર 10 દિવસની અંદર જ તેમની રહસ્યમય રીતે મોત થઈ ગઈ. હવે આથી આપણે શું સમજવું? આ ઘટના જસ્ટિસ લોયાની યાદ અપાવે છે. શું અહીં કોઈએ નવો કાંડ કર્યો છે? કંઈક તો ગંભીર ગડબડ છે.

આ પણ વાંચો: સવાલ કંઈક, જવાબ કંઈક, બજેટ પર નાણામંત્રીનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ

Back to top button