ટ્રેન્ડિંગ

અમદાવાદના DEO કચેરીએ NSUIના ધામા; શાળાઓની ‘સ્વેટર મનમાની’ નહીં ચાલે

20  ડિસેમ્બર 2025 અમદાવાદ; શહેરમાં સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે NSUIનો વિરોધ નોંધાયો છે. શાળાઓ પર આરોપ છે કે તે ચોક્કસ બ્રાન્ડના સ્વેટર જ વિદ્યાર્થીઓને પહેરાવવાની આગ્રહ કરી રહી છે. NSUIના કાર્યકરો દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે શાળાઓ ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર ખરીદવાની ફરજ મૂકતી હતી અને અનેક રજૂઆતો છતાં શિક્ષણ તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

રજૂઆત છતાં તંત્ર મૌન કેમ?
DEO કચેરીના કમ્પાઉન્ડમાં NSUIના કાર્યકરોએ એકઠા થઈને સરકાર અને શિક્ષણ વિભાગ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસે કચેરીમાં હંગામો કરી રહેલા અને રજૂઆત માટે મક્કમ રહેલા NSUIના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે શાળાઓને કડક સૂચના આપીને વાલીઓને ગમે ત્યાંથી સ્વેટર ખરીદવાની છૂટ નહીં આપવામાં આવે, તો આગામી દિવસોમાં દરેક શાળાના ગેટ પર જઈને આંદોલન કરવામાં આવશે.

Back to top button