ગુજરાત

ગુજરાતના આ જિલ્લામાં દુધાળા પશુઓને રસી આપવાની કામગીરી 96% પૂર્ણ

પાટણ જિલ્લાને દૂધ ઉત્પાદનમાં આગળ લાવવામાં જેમની મહત્વની ભૂમિકા છે . તેવા દુધાળા પશુઓ નું આરોગ્ય સારું રહે અને દૂધ ઉત્પાદન વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લા પશુપાલન વિભાગ અને સહકારી ડેરીના સંયુક્ત ઉપક્રમે પશુઓને વિવિધ રોગોની રસી આપીને તેમને રોગ મુક્ત કરવામાં આવી રહ્યા છે .જે અંતર્ગત જિલ્લામાં ચાલુ વર્ષે 5.32 લાખ જેટલા પશુઓને વિવિધ પ્રકારની રસીઓ આપીને 96% કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાએ સુરત વાપીમાં NIAના દરોડા 

પશુઓને વિવિધ રોગો સામે રક્ષણ

પાટણ જિલ્લામાં ગાય ,ભેંસ, ઘેટા બકરા, ઘોડા, ઊંટ, ગધેડા, મરઘા સહિત 8 લાખ જેટલા પશુઓ નોંધાયેલા છે. તે પૈકી ગાય,ભેંસ, ઘેટા, બકરા જેવા દુધાળા પશુઓના કારણે પાટણ જિલ્લો દૂધ ઉત્પાદનમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં સારું એવું દૂધ ઉત્પાદન કરી રહ્યો છે. ત્યારે આવા પશુપાલકોના દુધાળા પશુ વિવિધ પ્રકારના રોગોથી મૃત્યુ ન પામે અને દૂધ ઉત્પાદન પણ સારું મળી રહે તેવા આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ મારફત પાટણ જિલ્લા પશુપાલન વિભાગ અને સહકારી ડેરીઓના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના 5.50 લાખ જેટલા પશુઓને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તે પૈકી છેલ્લા એક વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી 2023 સુધીમાં 5.32 લાખ જેટલા પશુઓને ખરવા મોવાસા, હડકવા, ગળસુંઢા, ગર્ભપાતમાં ચેપ, પીપીઆર જેવી રસિયો આપીને પશુઓને વિવિધ રોગો સામે રક્ષણ મળી રહે અને આરોગ્ય માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક આ શહેરમાં કાર્યરત્

જિલ્લામાં વર્ષ 2021 – 22 માં પશુઓને રસી આપવાનું કામ 99 ટકા જેટલુ પૂર્ણ કરવામાં આવ્યું હતું .ત્યારે ચાલુ વર્ષે પણ 11 માસમાં 96% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમ જિલ્લા પશુપાલન અધિકારી ડો. બી એમ સરગરાએ જણાવ્યું હતું .

આ પણ વાંચો: રાજકોટમાં રખડતા શ્વાનએ મહિલાનો ભોગ લીધો

રશીઓથી રોગ તિરોધક શક્તિમાં વધારો થાય છે

વર્ષ 2021 /22 માં 5,78 ,231 ના લક્ષ્યાંક સામે 5,74,353 પશુ ઓનું રશી કરણ કરવામાં આવ્યું હતું. વધુ માં જણાવ્યું હતું કે પશુઓમાં આવતી વિવિધ પ્રકારની બીમારીઓથી પશુપાલકોને માહિતગાર કરવા માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોની સીબીરો યોજવામાં જેમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા પશુઓની માવજત સંવર્ધન તેમજ સરકારી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવી છે. તેમજ જિલ્લાના તમામ દુધાળા પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું છે જેના કારણે તે પશુની તમામ પ્રકારની માહિતી એકત્રિત કરીને તેને ઓનલાઇન કરવામાં આવે છે. તેમજ પશુઓની સારવાર માટે જિલ્લાના વિવિધ વિસ્તારમાં પશુ સારવાર કેન્દ્રો ઉપલબ્ધ છે તેમજ જિલ્લામાં 1962ની 13 જેટલી એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવેલી છે.

Back to top button